Entertainment

ગુજરાતી ફિલ્મોમાં અમિતાબનું બિરુદ મેળવેલ કિરણ કુમાર આજે આવું જીવન જીવી રહ્યા છે! .

ગુજરાતી સિનેમા અનેક અભિનેતાઓ માં જે અભિનેતા એ અમીતાબ બચ્ચન નું બિરુદ મેળવ્યું હોય તો તે છે, કિરણ કુમાર! આજે ભલે તેઓ ગુજરાતી ફિલ્મોમાંથી દૂર હોય પરતું તેમને 90નાં દાયકાઓ થી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને માત્ર ગુજરાતી જ નહીં પરંતુ બોલીવુડમાં અભિનય કરીને તેમને અનેક સિદ્ધિઓ મેળવી છે. રાકેશ રોશનની ખુદગર્ઝ ફિલ્મથી ફરી તેમને હિન્દી ફિલ્મોમાં તક મળી. તેઝાબ અને ખુદા ગવાહ જેવી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકાઓએ તેમને ખલનાયક તરીકે વખણાયા.

ચાલો એક નજર આપણે કિરણ કુમાર નાં અંગત જીવન પર કરીએ.કીરણ કુમાર ચરિત્ર અભિનેતા જીવણનો પુત્ર છે. તેમણે પૂર્વ ગુજરાતી અભિનેત્રી સુષ્મા વર્મા સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે. તેમનો પુત્ર શૌર્ય, ફિલ્મોમાં રજૂ થવાની તૈયારીમાં છે અને તેણે ડેવિડ ધવન, અબ્બાસ મસ્તાન, ઇન્દ્ર કુમાર અને ઇમ્તિયાઝ અલી જેવા દિગ્દર્શકો સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે અને તેમની પુત્રી સૃષ્ટિ ફેશન ક્ષેત્રમાં સ્ટાઈલિશ અને સલાહકાર તરીકે કામ કરે છે.

કિરણ જન્મથી કાશ્મીરી છે અને ગિલગીટના વઝીર-એ-વઝારતના પરપૌત્ર હોવાને કારણે રાજવી પરિવાર સાથે તેમના સંબંધો છે. તે સાંઈ બાબાના અનુયાયી છે અને સંત સાંઈબાબાના નામ ઉપરથી સાંઈનામા વિઝન્સ નામનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે. તેમણે કેલી કૉલેજ નામની ઈંદોરમાં આવેલી એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરી, મુંબઈમાં બાંદ્રા ખાતે આવેલી આર.ડી. નેશનલ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ પુનાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)માં જોડાયા.

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં તેઓ તેમના મિત્રોમાં “દિપક દાર” તરીકે જાણીતા હતા.]એક યુવક તરીકે, તેઓ ફિલ્મ ઉદ્યોગ તરફ આકર્ષાયા હતા, તેનું અંશતઃ કારણ તેમના પિતાનો ફિલ્મો સાથેનો સંબંધ હતો. કુમારે ઈ.સ. ૧૯૭૧માં દો બૂન્દ પાનીમાં અભિનય કર્યો હતો અને બીજી ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જંગલ મેં મંગલ જેવી અન્ય ફિલ્મો નિષ્ફળતા નીવડતા તેમની કારકીર્દિને ધક્કો પહોંચ્યો હતો. આ પ્રકારના પછડાટ છતાં, કુમારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેઓ ઝડપથી સફળ બન્યા અને “ગુજરાતી સિનેમાના બચ્ચન” શીર્ષક પામ્યા.

તેમની પ્રથમ ટેલિવિઝન ધારાવાહિકમાં સિનેવિસ્ટાસાથે હતી. ત્યારથી એક ટેલિવિઝન સ્ટાર તરીકે તેમણે પોતાની જાતને સ્થાપિત કરી. તેમણે ઘણી ધારાવાહિકોમાં કામ કર્યું.જિંદગી, ઘુટન, સાહિલ, મંઝિલ, ગૃહસ્થી, કથા સાગર, ઔર ફિર એક દિન, પાપા, મિલી, છજ્જે છજ્જે કા પ્યાર અને વધુ. તે સમયે તેઓ સાંઈનામા વિઝન્સ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની તૈયારીમાં હતા. જેમાં માટે આશિઆનાનો પ્રથમ એપિસોડ ફિલ્માવવામાં આવ્યો હતો.

તાજેતરમાં, તેમને એશિયન એકેડેમી ફિલ્મ ઍન્ડ ટેલિવિઝનની આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને ટેલિવિઝન ક્લબના આજીવન સભ્યપદથી સન્માનિત કરવામાં આવ્યા છે.હાલમાં ભારતીય ટીવી પર સૌથી વધુ મહેનતાણું લેનાર કિરણ કુમાર છે. સામાજિક જાગૃતિની જાહેરાતો અને નાના સ્વતંત્ર સિનેમા ઉપરાંત, બાળકોના અધિકાર માટે લડતી સંસ્થાઓ અને કેન્સર જાગૃતિના પ્રોજેક્ટ્સ સાથે કાર્યરત છે.ખરેખર આ ગુજરાતી સીનેમાનું ગૌરવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!