Entertainment

સોમનાથ મહાદેવ મંદિર ચોગાનમાં અડીખમ ઉભેલા આ ‘બાણસ્તંભ’ નું અદ્ભુત રહસ્ય તમે ખરેખર નહી જાણતા હોય

સોમનાથ મંદિર સૌરાષ્ટ્રનું અમૂલ્ય સ્થાન છે. સોમનાથ એ વિનાશ પર સર્જનનું પ્રતીક છે. હાલમાં જે સોમનાથ મહાદેવ નું મંદિર છે તે સાતમી વખત નિર્માણ થયેલું છે. ખરેખર આ મંદિર ખૂબ જ અલૌકિક છે. અહીંયા ત્રિવેણી સંગમ આવેલ.છે,જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનને દેહ ત્યાગ કર્યો હતો. આ ભૂમિમાં સ્વંય ચંદ્ર દેવે મહાદેવ તેમની પૂજા કરી હતી અને શિવજી એ તેમને પ્રજાપતિ દક્ષનાં શ્રાપમાંથી મુક્ત કર્યા.

આ મંદિર એ સૌરાષ્ટ્રનું હવે ફરવા માટે અને શ્રદ્ધાળુંઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા મંદિરમાં તમે ગયા હશો તો અહીંયા આવેલ એક બાણ સ્થભ તમે જોયો જ હશે! આ બાણ સ્થંભ રહસ્યમય છે, માત્ર જોવા જેવો જ નથી પરંતુ તે અનેક વાત સૂચવે છે જે વેદો અને પુરાણોમાં કહેવામાં આવી છે. આ વાત ખરેખર અનોખી છે.આ બાણ સ્થભ પાછળ એક વાત છે જે ઘણા યાત્રાળુઓ ને ખબર પણ નહીં હોય. આજે અમે એ વાત જણાવશું ત્યારે તમે ગૂગલ પણ કરશો અને મેપ જોશો ત્યારે વિચાર આવશે કે આ તો હકીકત છે.

સોમનાથ મહાદેવનું મંદિર વિશાળ સમુદ્ર કિનારે આવેલું છે જે અવિરતપણે શિવજીનાં ચરણોને સ્પર્શવા થનગની રહે છે. આ મંદિરના આવેલ બાણ સ્થભ હાલ નું નથી પરંતુ અનેક વર્ષો થી અડીખમ ઊભેલું છે. લોકો તેને માત્ર સુશોભન સમજીને બેસે છે, પરતું હકીકતમાં આ બાણ સ્થભ તમને આશ્ચય માં મૂકી દે તેવા રહસ્ય સાથે ઉભેલ છે. આજે આ હકીકત જાણ્યા પછી તમે વિચાર શો કે શું ખરેખર આટલું અદભૂત સ્થાન છે સોમનાથ નો દરિયો!

આ મંદિરનાં પ્રાંગણમાં એક સ્તંભ (થાંભલો) છે  એ “બાણસ્તંભ” નામથી ઓળખાય છે. આ સ્તંભ કયારથી ત્યાં સ્થિત છે એ બતાવવું બહુ કઠીન છે. આશરે છઠ્ઠી શતાબ્દીમાં આ બાણસ્તંભનું ઇતિહાસમાં નામ આવે છે. પરંતુ એનો અર્થ એ નથી કે બાણ સ્તંભનું નિર્માણ છઠ્ઠી શતાબ્દીમાં જ થયું હોય !!! એનાથી સેંકડો વર્ષ પહેલાં આનું નિર્માણ થયું છે એવું માનવામાં આવે છે.

આ એક દિશાદર્શક સ્તંભ છે જેના પર સમુદ્રની તરફ ઈંગિત કરતું એક બાણ છે. આ બાણસ્તંભ પર લખ્યું છે  “આસમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિરમાર્ગ” એનો અર્થ એમ થાય છે કે  “આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં એક પણ આવરોધ કે બાધા નથી આવતી ” એટલે કે, “આ સમૃદ્ધ દૂરીમાં જમીનનો એક પણ ટુકડો નથી.

સંસ્કૃતમાં લખેલી આ પંક્તિના અર્થમાં અનેક ગૂઢ અર્થ સમાહિત છે …. આ પંક્તિનો સરળ અર્થ એ છે કે , સોમનાથ મંદિરનાં બિંદુથી લઈને દક્ષિણધ્રુવ સુધી (અર્થાત એંટાર્ટિકા સુધી) એક સીધી રેખા ખેંચવામાં આવે તો વચમાં કોઈ પણ ભૂખંડ નથી આવતો….!!! ખરેખર એ સ્થળે થી તમે જોશો તો આગળ માત્ર ને માત્ર પાણી ને પાણી જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!