સ્વ. લક્ષ્મણ બારોટ યુવા કલાકાર વિશે કહેલી આ વાત જાણીને તેમના વખાણ જ કરશો, જુઓ વિડીયો શું કહ્યું.
હાલમાં સોશિયલ મીડિયા પર લક્ષમણ બારોટનો એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો જોઈને તમને પણ લક્ષમણ બારોટની યાદ આવી જશે. આમ પણ કલાકાર ક્યારેય મરતા જ નથી કારણ કે તેમની કલાથી તેઓ સદાય લોકોના હદયમાં જીવંત રહે છે. આપણે જાણીએ છે કે, લક્ષમણ બારોટના નિધન બાદ ભજનની દુનિયામાં એક ખુબ જ મોટી ખોટ વર્તાય છે.સંગીતના સુર જેમના માટે શ્વાસ હતા એવા લોકગાયક કલાકાર અને ભજનના ભીષ્મપિતામહ ગણાતા લક્ષમણ બાપુ મૂળ જામગરના હતા.તેઓ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા.
પોતાની ખામીને તેઓ ક્યારેય પોતાની કમજોરી નથી સમજી કે ન તો ઈશ્વરને ક્યારેય ફરિયાદ કરી હશે કારણ કે ઈશ્વર તેમને આંખોની રોશની ભલે ન આપી હોય પરંતુ સંગીતના સાતો સુરો તેમને કોકિલા કંઠમાં આપ્યા.પોતાના સ્વરથી તેમને સદાય ભગવાનના ભજનો અને સંતવાણીની સરિતા વહાવી છે, જે સૌ માનવજાતિ માટે અમૃત સમાન ગણાય. આજે તેમનો જીવ ભલે ચાલ્યો ગયો પરંતુ તેઓ પોતાના ભજનો અને સંતવાણી થકી જીવંત છે. ભજનની સાથો સાથ શ્રી લક્ષ્મણબારોટ અને તેમના પ્રજ્ઞાચક્ષુ પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે પોતાનાઓ આશ્રમ બનાવેલ.
લક્ષ્મણ બારોટે ભજનીક નારાયણ સ્વામી પાસે તાલીમ મેળવી હતી અને પરંપરાગત ભજનોને તેમણે લોકપ્રિય બનાવ્યા હતા. હે ઓઢાજી, શ્યામ વિના વ્રજ સૂનું લાગે, આલમની અસવારી, જીવ તું શાને ફરે છે ગુમાનમાં જેવા ભજનો ખુબ જ લોકપ્રિય છે અને સૌથી ખાસ વાત એ કે અનેક નવોદિત કલાકારોએ તેમના પાસેથી ભજન પણ શીખ્યા છે અને એમની સાથે જુગલબંધી કરી છે.
ગુજરાતના યુવા લોકપ્રિય ગાયક કલાકાર પિયુષ મિસ્ત્રીએ ખુબ જ સુંદર વીડીયો શેર કર્યો છે અને આ વીડીયોમાં લક્ષમણ બારોટ સાથેની તેમની જુગલબંધી જોવા મળી છે, આ વિડીયો શેર કરતાની સાથે પોતાની લાગણી વ્યક્ત કરતા તેમને લખ્યું કે, જુના ના સંભારણા રહી ગયા ખરેખર આ વિડીયો ખુબ જ હદયસ્પર્શી છે.
લક્ષમણ બારોટ સ્ટેજ પરથી કહે છે કે, નામ શું હું ભૂલી જાઉં બહુ, પિયુષને! ફ્યુઝ આવેને એને ઉડવા ના દેતા, મુદ્રાની વાત એ છે કે સાચવજો આમને. મને નાના છોકરાઓ સાથે ગાવું બહુ ગમે, બધા મને કેય પણ ખરા કે તમે શું ગાઉ આમની જોડે ? બધાને સાચવવા નાનીમાંના ખેલ નથી. પણ સારું સૌને ગમે પણ સાચી સમજદારી હોય તો સૌ સાથે ગવાય સૌ સાથે રહેવાય અને સૌને સાથે લઇને ચાલાઈ. લક્ષમણ બાપુની આ વાત સાંભળીને તમારું હદય ખુશ થઇ જશે,
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.