સનાતન દેવતાઓ વિશે બફાટ કર્યા બાદ સ્વામી નિરંજનદાસે માફી માંગી ! માફી માંગતા શું કહ્યું? જાણો
સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો હંમેશા ચર્ચાઓમાં આવે રહે છે, ત્યારે હાલમાં સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરીપ્રબોઘમ પરીવારના વધુ એક સાધુનું વિવાદાસ્પદ પ્રવચનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રબોધ સ્વામીને દેવતાઓથી મહાન ચીતરવા આ વિવાદિત નિવેદન આપ્યું હતું.
સ્વામીએ કહ્યું છે કે,પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ એમના દર્શન માટે ઝુરતા હોય છે અને એમના દર્શન કરીને આનંદ-પુલકીત થાય તેવું નિવેદન આપી દેવતાઓનું અપમાન કર્યું છે.આ નિવેદનના પગેલે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આખરે હાલમાં જ આ નિવેદન કરવાના બદલે સ્વામીએ હવે માફી માંગી છે.
સૌથી ખાસ વાત એ છે. સ્વામી નિરંજનદાસ સાધુએ સનાતન ધર્મની જય હો કહીને આ મામલે માફી માંગી લીધી છે, પોતાના નિવેદન બદલે સ્વામિએ માફી માંગતા કહ્યું કે, “આવેશમાં આવી આપવામાં આવેલા નિવેદનથી કોઈને ઠેશ પહોંચી હોઈ તો હું માફી માંગુ છું’ તેમને કહ્યું કે, સનાતન ધર્મનય હો, અને હવે આગામી દિવસોમાં ક્યારેય પણ કોઈની લાગણી દુભાઈ તે પ્રકારના વચનો નહીં બોલુ.
ખરેખર આ વાત ચોંકાવનારી છે, કારણ કે વારંવાર વિવાદસ્પદનિવેદનો આપવા અને ત્યારબાદ માફી માગવી એક્યાં હદે યોગ્ય કહેવાય. ખરેખર આ ઘટના હાલમાં સોશીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે દિવસે ને દિવસે આવતા આ વિવાદનો અંત કઈ રીતે આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.