યુવતીએ હીમાલયની સુંદરતાની તસ્વીર પોસ્ટ કરી અને એજ ક્ષણમાં થયું મુત્યુ! અંતિમ પોસ્ટમાં કહી આ વાત…
ઘણા લોકોને ફરવાનો બહુ જ શોખ હોય છે, અને ખાસ કરીને ફરવાજવાના સમયે ફોટોગ્રાફીનો પણ એટલો જ ભારે શોખ હોય છે. આજે આપણે એક એવી ઘટના વિશે જાણીશું જેના વિશે તમે જાણીને ચોંકી જશો. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની. અનેક લોકો હીમાલયની ખૂબ સુરતીને માણવા જાય છે.
હીમાલયના કિન્નોર જિલ્લામાં થયેલા ભૂસ્ખલનમાં 9 લોકોના મોત થઈ ગયા હતા અને 3 ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. મૃતકોમાંથી એક ડૉ દીપા શર્મા પણ હતી. તે માત્ર 34 વર્ષની હતી અને હિમાલયના પ્રવાસને સતત સોશિયલ મીડિયા પર શેર કરી રહી હતી. પોતાના મોતની માત્ર થોડી મિનિટો પહેલા જ તેણે પોતાનો એક ફોટો ટ્વીટ કર્યો હતો.
આપણે ત્યાં કહેવાય છે કે, મોત ક્યારે દસ્તક દે એ કોઈ નથી જાણી શકતું. આ યુવતી પોતાની ટ્રીપના દરેક તસ્વીરો શેર કરી રહી હતી. આ ઘટના બની એ પેહલા એક ફોટો મુક્યો હતો જેમાં તેને લખ્યું હતું કે,ભારતના એ છેલ્લા પોઈન્ટ પર ઊભી છું, જેની આગળ જવાની નાગરિકોને મંજૂરી નથી. આ જગ્યાથી લગભગ 80 કિલોમીટર દૂર તિબેટની બોર્ડર છે, જેના પર ચીને ગેરકાયદેસર કબજો કરી રાખ્યો છે.
આ ટ્વીટની થોડીવાર બાદ જ તેમનો ટેમ્પો ટ્રાવેલર ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયો. આ અકસ્માતમાં 4 મહિલાનું મોત થઈ ગયું હતું. મૃતક મોટા ભાગના જયપુરના હતા. પોતે ડૉક્ટર દીપા પણ જયપુરની હતી. વ્યવસાયે ડાયટીશિયન ડૉ. દીપા શર્મા પહેલી વખતે હિમાલયની મુસાફરી કરવા માટે એકલી નીકળી હતી, પરંતુ તેને ખબર નહોતી કે તેની આ મુસાફરી અંતિમ મુસાફરી હશે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે મેં કિન્નોર પ્રશાસન સાથે વાત કરીને અકસ્માત બાબતે જાણકારી લીધી અને તેમને ઉચિત દિશા-નિર્દેશ આપ્યા. ઇજાગ્રસ્ત થયેલી વ્યક્તિઓને સ્વાસ્થ્ય લાભ તાત્કાલિક પ્રાપ્ત થાય, ઈશ્વરને હું એજ કામના કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ખરેખર આ ઘટના પરથી એ જાણવા મળે છે કે, જીવનમાં ક્યાં ઘડીએ મોત આવી જાય તે કોઈ નથી કહી શકતું.