પુત્રવધુ ના મૃત્યુ પછી જૈન પરીવારે જે નિર્ણય લીધો જાણી ને આંખ મા આવુ આવી જશે
હાલ ના સમય મા અનેક અંગ દાન ના કિસ્સાઓ સામે આવ્યો છે અને અંગ દાન થી જ કોઈ નિસહાય વ્યક્તિ ને અંગ આપી ને નવુ જીવન આપી શકાય છે. ઘણી બધી વખત એવુ બન્યુ છે કે કોઈ વ્યક્તિને જો બ્રેન ડેડ થાય તો તેના અંગો નુ દાન કરી માનવતા ભર્યો નિર્ણય તેના પરીવારજનો લેતા હોય છે. એવો જ એક નિર્ણય ભુજ ના જૈન પરીવારે લીધો છ.
સ્વ. અર્પણાબેન વોરા ને ગત શુક્રવાર ના રોજ માથા નો દુખાવો થતા બીજા દિવસે દાક્તરી તપાસમાં બ્રેઈન સ્ટ્રોક થયો હોવાનું જણાતા વધુ સારવાર અર્થે મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મેજર ઓપરેશન કર્યા બાદ પણ બચાવી શક્યા ન હતા.
શુક્રવારે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા ત્યારે અર્પણાબેન વોરા ના પરિવારના પરીવારજનો જૈન પ્રવિણાબેન ભરતભાઈ કાંતિલાલ વોરાના (સાસુ) અને કમલબેન રમેશભાઈ રવિલાલ મહેતા (માતા) ગાંધીધામના સ્વ. અર્પણા તુષાર (પતિ) દ્વારા માનવતા ભર્યો નિર્ણય લીધો હતો અને અંગો નુ દાન કરવાનુ નક્કી કર્યુ હતુ.
સ્વ. અર્પણા તુષાર વોરાના નિધન પછી એમની આંખો, બંને કિડનીઓ, લીવર, ફેફસાં એમ ચાર મુખ્ય અંગો નુ દાન કર્યુ હતુ. જ્યારે તુષારભાઈએ જણાવ્યું હતું કે, મારા પરિવાર પર આવેલી અચાનક આફત બાદ એટલી ચોક્કસ લોકોને જણાવીશ કે માથાનો સામાન્ય દુખાવો પણ નજર અંદાજ ન કરવો.