વેચાતી વહુ લેવા જતા 8 ગુજરાતી ઓ સલવાયા, તમામ ની પોલીસે ધરપકડ કરી
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતનાં અનેક લોકો યુવકો માટે ઉત્તર પ્રદેશમાંથી છોકરીઓ કઈ આવતા હોય છે વેચાતી! આજે આપણે એક એવી ઘટના વિશે જાણીશું કે તમે પણ ચોંકી જશો એક પરિવાર પોતાની ઘરની વહુ વેચી દીધી હતી ખરેખર માણસ કેટલો સ્વાર્થી હોય છે.
વાત જાણે એમ છે કે,ગુજરાતથી ઉત્તર પ્રદેશ 8 લોકો યુવતીની ખરીદી માટે પહોંચ્યા હતા અને પેમેન્ટ પણ કરી દીધું હતું, પણ પોલીસને જાણ થતા ગુજરાતના 8 લોકોની ધરપકડ કરી લીધી હતી એનું કારણ એજ હતું કે લગ્ન માટે 300 વધુ યુવતીઓના ખરીદ વેચાણ કરી ચુકેલા એક વ્યકિતએ પોતાની સગી વહુનો સોદો પણ 80000માં કરી દીધો હતો.
પોલીસે કહ્યું હતું કે શનિવારે રાત્રે 12 વાગ્યે એક યુવકે પોલીસને ફોન પર કહ્યું હતું કે તેની પત્નીને તેનો પિતા ગુજરાતથી આવેલા લોકોને 80000માં વેચી રહ્યો છે.માહિતીને આધારે પોલીસ બારાબંકી રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને યુવતીને ખરીદીને લઇ જઇ રહેલાં 8 લોકોની ધરપકડ કરી હતી.
.
સસરા વહુના કરેલા 80000ના સોદામાંથી 60,000 પોતાની પાસે રાખ્યા હતા અને 20000 રૂપિયા પુત્ર પ્રિન્સના ખાતામાં જમા કરાવી દીધા હતા. પોલીસે ગુજરાતના 8 લોકોની ધરપકડ કરી છે અને યુવતીના સસરા ચંદ્રરામ અને વચેટિયા રામૂને શોધી રહી છે. બનેં ઘટના પછી ફરાર થઇ ગયા છે. પ્રિન્સે પોલીસને કહ્યું હતું કે માતાની પિતાએ માર મારીને હત્યા કરી હતી અને બેન સાથે પણ નિયત બગાડી હતી. પ્રિન્સે કહ્યું કે તેના પિતાએ અત્યાર સુધીમાં બિહાર અને પૂર્વાચંલની 300થી વધારે યુવતીઓની ખરીદી કરીને વેચી નાંખી હતી.