Health

આ બે ઔષધીઓ ગંભીર બીમારીને દુર કરવાના ગુણ ધરાવે છે, જાણો ક્યાં ક્યાં રોગમાં લાભદાયી.

આજે આપણે જાણીશું કે, સુંઠ અને સુરણનું સેવન કરવાથી ક્યાં ક્યાં રોગો દૂર થઈ જાય છે. આયુર્વેદિક દ્રષ્ટિ આ ખૂબ જ લાભદાયક છે. જે તમારા સ્વાથ્ય માટે લાભદાયી રહેશે તેમજ અનેક રોગોને જડમૂળમાંથી ગાયબ કરી દેશે. જે રીતે સૂચનો આપ્યા છે તેમ તેનું સેવન કરજો.

સુરણ – સઘળાં કંદશાકોમાં સુરણ શ્રેષ્ઠ છે. સુરણ, પચવામાં હલકું, ગરમ, તુરું, તીખું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનું શમન કરનાર, લીવર માટે ટોનીક સમાન અને હરસના દર્દી માટે ઔષધ સમાન છે. વળી સુરણ ગોળો, સોજા, કૃમિ, આમવાત, સંધિવાત, ઉદરશૂળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધિ વગેરેમાં હિતાવહ છે. કૃeelવeક સૂરણ ૧૬૦ ગ્રામ, વરધારો ૧૬૦ ગ્રામ, મૂસળી ૮૦ ગ્રામ, ચિત્રક૮૦ ગ્રામ, હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, પીપર, પીપરીમળ(ગંઠોડા), વાવડીંગ તાલીસપત્ર ૪૦-૪૦ ગ્રામ, તજ, એલચી, મરી ૨૦-૨૦ ગ્રામ લઈ બારીક ચૂર્ણ કરવું.

આ ચૂર્ણથી બમણો ગોળ લઈ ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. સવાર-સાંજ બબ ગોળીનું સેવન કરવાથી જઠરાગિન પ્રદીપ્ત થાય છે, તેમ જ હરસ, સંગ્રહણીદમ, ખાંસી, ક્ષય, બરોળનો સોજો, હેડકી, પ્રમેહ, ભગંદર વગેરે મટે છે. સૂકા અને દૂઝતા હરસમાં તે ખૂબ જ ઉપયોગી છે.

સુવા સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે, કેમ કે એને પીળા રંગનાં સેંકડો ફૂલ આવે છે. સુવાની ભાજી ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભૂખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, સ્નિગધ, હૃદય માટે હિતકારી તેમ જ વાયુ અને કફનાશક છે. તે બળતરા, આંખના રોગો, તાવ, ઉલટી, ઉદરશૂળ, ઝાડા, આમ અને તરસનો નાશ કરે છે. સુવાવડ વખતે સુવાનો છૂટથી ઉપયોગ કરવાથી ધાવણ સારું આવે છે, અને બાળકને પચી જાય એવું આવે.

કમર દુ:ખતી નથી, આહાર જલદી પચી જાય છે અને વાછુટ સારી થાય છે. સુવાદાણા ગર્ભાશયને ઉત્તેજિત કરે છે આથી પ્રસૂતિ પછી ગર્ભાશયમાં કોઈપણ બગાડ રહેતો નથી. સુવાનો અર્ક એટલે યંત્રથી બનાવેલા પાણીને ‘ડીલવોટર” કહે છે. નાનાં બાળકોના કાચા લીલા ઝાડા, ઉલટી, પેટ ફૂલવું, ચૂક-આંકડી આવવી વગેરેમાં આ પાણી અપાય છે. સુવા પરમ વાયુ હરનાર છે, જઠરાગિનને પ્રદીપ્ત કરે છે, ધાવણ વધારે છે અને પચવામાં હલકા છે. સુવા અને મેથીનું અડધી અડધી ચમચી ચૂર્ણ સવાર-સાંજ દહીંના મઠામાં થોડા દિવસ લેવાથી દુર્ગધયુક્ત પાતળા ઝાડા મટે છે. ઝાડા આમયુક્ત હોય તો પણ આ ઉપચાર હિતકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!