સાત ગુજરાતી મહિલાઓ જેણે 80 રૂપિયા ઉધાર લઈને 800 કરોડનોની કંપની ઉભી કરી.
કોઈપણ ધંધો કરવો અને તેમાં સફળતા મેળવવી એ તો ગુજરાતીઓના લોહીમાં છે!નોકરી કરનારનાં મગજમાં પણ હંમેશા ધંધાનો જ વિચાર આવતો હશે અને આમ પણ જો એક ગુજરાતી ધારે તો શું ન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ ગાંધીજી બાપુ અને ધીરુભાઇ અંબાણી છે. આજે ધીરુભાઇ અંબાણીનું નામ વિશ્વ વિખ્યાત છે તેવી જ રીતે સાત ગુજરાતી મહિલાઓએ કરેલ એક બિઝનેસ દેશ વિદેશમાં વખાણય છે.
આ વાત છે 68 વર્ષ પહેલાની જ્યારે મુંબઈમાં 7 ગુજરાતી મહિલાઓએ લોકોને એક સ્વાદની ભેટ આપી. દુરદર્શન જોનારી અને તેની બાદની પેઢીના ઘણા લોકો ‘કુર્રમ-કુર્રમ…’ જાહેરાત યાદ હશે! અબજો કરોડના સામ્રાજ્યવાળી આ બ્રાંડ પાછળ એક કહાણી છે. 80 રૂપિયાનાં ઉધાર થી શરૂ થયેલ આ બ્રાંડ આજે 800 કરોડ થી વધારેનું ટર્ન ઓવર કરે છે.
આ વાત છે, લિજ્જત પાપડની: વર્ષ 1950માં સાત ગુજરાતી મહિલાઓએ રોજી-રોટી ચલાવવા માટે પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. તેમની પાસે એક ખાસ આવડત હતી, જેનાથી તે પોતાનો ખર્ચ કાઢી શકતી હતી પરંતુ કામ શરૂ કરવા માટે પૈસા નહોતા ત્યારે તેમણે સર્વેન્ટ્સ ઓફ ઈન્ડિયાના સદસ્ય અને સામાજિક કાર્યકર્તા છગનલાલ કરમસી પારેખ પાસેથી 80 રૂપિયા ઉધાર માગ્યા.આ રકમથી નુકસાનમાં ચાલી રહેલા પાપડ બનાવવાના ઉદ્યોગ શરૂ કર્યો.
15 માર્ચ 1959એ જાણીતી મર્ચેન્ટ ભૂલેશ્વર અને મુંબઈના એક જાણીતા માર્કેટમાં પાપડના પેકેટ વેચવાનું શરૂ કર્યું અને શરૂઆતના દિવસો ઘણી મુશ્કેલીઓ આવી તેમને આ કામમાં. છગનલાલ પારેખ ઉર્ફે છગનબાપા આ મહિલાઓને ખાસ સલાહ આપતા અને સમય જતાં સાત મહિલાઓમાંથી અનેક મહિલા આ કામમાં જોડાઈ ગઈ અનેપહેલા વર્ષમાં પાપડનું 6196 રૂપિયાનું વેચાણ થયું. તૂટેલા પાપડ પાડોશીઓને વહેંચી દેવામાં આવતા હતા. ઘીમે-ધીમે લોકો દ્વારા અને સ્થાનીક ન્યઝ પેપર્સમાં લેખો દ્વારા પાપડ લોકપ્રિય થવા લાગ્યા
બીજા વર્ષમાં લગભગ દોઢસો મહિલાઓ કામ સાથે જોડાઈ અને વર્ષમાં અંત સુધીમાં તેમની સંખ્યા 300 થઈ ગઈ. 1962માં પાપડનું નામ લિજ્જત અને સંગઠનનું નામ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ રાખવામાં આવ્યું. આજે બજારમાં આ સંગઠન તરફથી ઘણા પ્રકારના પાપડ સહિત મસાલા, અથાણું, લોટ, ડિટર્જેન્ટ પાઉડર અને લિક્વિડ ડિટર્જેન્ટ ઉપલબ્ધ છે, અને સમય અને ડિજીટલયુગ આવતાં લિજ્જત પાપડ દેશ વિદેશમાં લોકપ્રિય બની છે અને 43000 થી વધુ મહિલાઓને રોજગારી પુરી પાડે છે અને ખરેખર આ સાત મહિલાઓને ધન્યવાદ છે.