નવસારી ના ખડસુપા પાસે ગંભીર અકસ્માત થયો જેમા બે લોકો ના મોત થયા જ્યારે….
રાજ્ય મા વધુ એક મોટો અકસ્માત નો બનાવ બન્યો છે જેમાં બે લોકો ના કરુણ મોત થયા છે જયારે 5 લોકો ને ગંભીર ઈજાઓ પહોચી હતી. આ અકસ્માત નવસારી થી કામરેજ જતા વખતે આ અકસ્માત થયો હતો અને અકસ્માત મા મધ્ય પ્રદેશ ના મજુર પરીવાર નો ભોગ લેવાયો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર નવસારી થી કામરેજ જતા મધ્ય પ્રદેશ ના પરીવાર ને આ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત મા કોઈ કારણોસર ઈક્કો કાર મા ખામી સર્જાતા ખડસુપા પાસે બંધ પડી ગય હતી ત્યારે પાછળ થી આવતા ફુલ ઝડપી ટ્રકે કાર ને જોરદાર ટક્કર મારતા કાર હવામા ઉછળી હતી અને કાર ઢસડાઈ હતી અંદર કાર મા સવાર લોકો ને ગંભીર ઈજા ઓ પહોચી હતી જેમાં 2 લોકો ના મોત થયા હતા જ્યારે પાંચ લોકો ને ગંભીર ઈજાઓ થતા સુરત હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ મા મધ્ય પ્રદેશ નો પરોવાર છેલ્લા ત્રણ મહીનાઓ થી નવસારી મા મજુરી કામ કરતો હતો અને તેવો કામરેજ જઈ રહ્યા હતા. જેમાં 10 મોટા અને 2 બાળકો સવાર હતા. ખડસુપા પાસે બે વાર કાર બંધ પડી હતી. ત્યારે ડ્રાઈવર નીચે ઉતરીને કોઈ ને ફોન કરી રહ્યો હતો અને પરીવાર કાર મા સુતો હતો ત્યારે એક ટ્રકે ટક્કર મારતા આ ઘટના બની હતી.
રાત્રી ના શાંત વાતાવરણ મા આ પ્રકાર ની કરુણ ઘટના બનતા દુખો નો ચીચીયારી થી વાતાવરણ દુખમય બની ગયુ હતુ. અને પરીવાર મા માતમ છવાયો હતો.