વાડીમાં યુવક સૂતો હતો ને સિંહે અચાનક કરી દીધો હુ-મલો, પછી શું થયું? જાણો વિગત
હાલ ના સમય મા વન્ય પ્રાણીઓ ઘણી વખત ખોરાક ની શોધ મા શહેર તરફ આવી જતા હોય છે અને અનેક વખત સિંહો રોડ પર લટાર મારતા હોવા મળતા હોય છે. હાલ જુનાગઢ અને અમરેલી મા બે જગ્યા એ અલગ અલગ ઘટના બની છે જેમાં વન્ય પ્રાણી એ હુ-મલો કર્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામમાં યુવક પર સિંહે હુ મલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના મા યુવક ને માથા ના ભાગ મા અને અન્ય ભાગો મા ઈજાઓ પહોચી હતી આ ઘટના ત્યારે બની હતી જ્યારે યુવક વાડી વિસ્તાર મા સુતો હતો. યુવક પર સિંહ એ હુમલો કરતા બુમા બુમ કરી હતી ત્યારે સિંહ ભાગી ગયો હતો અને યુવક ને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે અન્ય એક ઘટના પર નજર નાખીએ તો અમરેલી જીલ્લા ના ચલાલાના ગરમલી ગામે વાડીમા દીપડાએ હુમલો કરી દીધો હતો. આ ઘટના મા મહિલા ને ગળા ના ભાગ મા ઈજા ઓ પહોંચી હતી અને તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.