નવસારીના પરિવારે ગુમાવ્યો એકનો એક દીકરો, ક્રેઇન માથે પડતા મુત્યુ નીપજ્યું…
જન્મના આવના એંધાણ હોય છે પરંતુ મુત્યુ નાં એંધાણ ન હોય. એ તો ક્યારે બારણે આવીને ટકોર મારે એ કહી બ શકાય. જીવનમાં મુત્યુ નું આગમન ગમે ત્યારે થઈ જાય છે જેમાં આકસ્મિક સજોગમાં થયેલું મુત્યુ ખૂબ જ ભયાનક હોય છે. હાલ માં જ અમેરિકામાં નિર્માણાધિન ઇમારતમાં કાર્યરત મુળ નવસારીના કિરણ મિસ્ત્રી ઉપર તોતિંગ ક્રેઇન પડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.
એકનો એક દીકરો ગુમાવવો એ સૌથી મોટું દુઃખ છે. 4 વર્ષ અગાઉ જ તેઓ નવસારી મારી બહેનને ત્યાં મોસાળામાં આવ્યા હતા. જ્યારે મોટા દિકરા કેતનના લગ્નનું વિચારી કિરણ અને પરિવાર આવતા વર્ષે નવસારી આવવાનું પ્લાનીંગ કરી રહ્યા હતા.કિરણે સિવિલ એન્જીનીયરીંગ કર્યા બાદ મુંબઇમાં થોડા મહિના નોકરી કરી હતી. બાદમાં તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા પરતું દરેક ઓરમાન અધૂરા રહી ગયા.
જ્યારે પરિવારના સભ્યો મૃત્યુના સમાચાર સાંભળ્યા તો તેમના પર તો આભ ફાટી પડ્યું હતું. પોતાના લોકોને ગુમાવવા જીવનનું સૌથી કઠીન દુઃખ છે. સમયના વહેણ.આ બધું બદલાઇ શકે પરંતુ આ દુઃખ કયારેય નહિ. કીરણના મોતના સમાચાર સાંભળી નવસારીના તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. મુળ નવસારીના અને 31 વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા સિવિલ એન્જીનીયર કિરણ મિસ્ત્રી અમેરિકાના ફિલાડેલ્ફીયા સ્થિત યુનિવર્સિટી સીટીમાં નિર્માણાધિન ઇમારતમાં કાર્યરત હતા.
મુત્યુ એવી રીતે થયું કે નોકરી પર હતા ત્યારે જમીને બહાર નિકળતા હતા, ત્યારે અચાનક એક વિશાળ ક્રેઇન પલટી મારી ગઈ અને તેમના ઉપર આવી પડી હતી. ક્રેઇન નીચે દબાતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તાત્કાલિક સ્થાનિક લાશ્કરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કિરણને ક્રેઇનની નિચેથી કાઢી નજીકના પેન પ્રિસ્બીટેરિયન મેડિકલ સેન્ટરમાં ખસેડાયા હતા.ત્યાં સારવાર દરમિયાન મુત્યુ નીપજ્યું. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.