પરીવાર ની મરજી વિરુધ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા અને 20 જ દિવસ મા પતિ સાથે જગડો કરી યુવતી એ આત્મહત્યા કરી..
ગ્વાલીયર મા એક નવવિવાહીતા એ ગળાફારો ખાઈ ને પોતાનુ જીવન ટુકાવ્યું હતુ. પ્રેમ લગ્ન કર્યા પછી 20 જ દિવસ મા મહિલા એ આપઘાત કરતા ચકચાર મચી ગયો હતો. આ ઘટના સી.ટી સેન્ટર ના પટેલ નગર મા બની હતી. જેમા યુવક અને યુવતી વચ્ચે 3 મહિના મા પ્રેમ થયો હતો અને પરિવાર ની મરજી વિરુધ્ધ જઈ ને બન્ને એ લગ્ન કરી લીધા હતા પરંતુ લગ્ન ના 20 મા દિવસે જ આપઘાત કરી લેતા મોટા સવાલો ઉભા થયા છે.
ઉપનગર મુરાર ના સિદ્ધેશ્વર નગરમાં રહેતી 22 વર્ષીય નેહા ચૌહાણ સિટી સેન્ટર પટેલ નગરના શોરૂમ પાસે ખાનગી ઓફિસમાં કામ કરતી હતી. આશરે 3 થી 4 મહિના પહેલા પોતાના કામ પર જતી વખતે તેણે પટેલ નગરના રહેવાસી રાહુલ બાથમ સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા પણ એવી રીતે થઈ હતી જાણે ફીલ્મ ની સ્ટોરી હોય ! બન્ને વચ્ચે રોડ મા ગાડીઓ ની ટકકર થઈ હતી બાદ મા બન્ને મિત્રો બન્યા અને થોડા જ સમય મા બન્ને ને પ્રેમ પણ થય ગયો. પ્રેમ વધતો ગયો અને 22 ઓગસ્ટ ના રોજ બન્ને એ લગ્ન પણ કરી લીધા હતા.
લગ્ન માટે પરીવારો ની સંમતી ના મળતા તેવો એ મંદિર મા જ લગ્ન કર્યા હતા. લગ્ન થયા બાદ તરત જ બન્ને વચ્ચે મતભેદો શરુ થયા હતા અને જગડા થયા હતા શનિવારે રાત્રે નેહા અને રાહુલ બચ્ચે ઘણો જગડો થયો હતો. ત્યાર બાદ તેવો રાત્રે સુઈ ગયા હતા પરંતુ સવારે જ્યારે નેહા નો પતિ રાહુલ જાગ્યો તો તેણે જોયુ હતુ કે નેહા એ એજ રુમ મા ગળાફાંસો ખાઈ લીધો હતો.
પોલીસ ને આ ઘટના ની જાણ થતા જ તપાસ કરી હતી અને રાહુલ ની પુછપરછ મા જાણવા મળ્યુ હતુ કે તેવો બન્ને રાત્રે ત્રણ વાગ્યા પછી સુતા હતા. પરંતુ નેહા ના પરીવાર જનો એ રાહુલ પર આરોપ મૂક્યો હતો કે રાહુલે નેહાની હત્યા કરી છે.
આ અંગે રાહુલે જણાવ્યું હતુ કે શનિવારે રાત્રે અમારી બન્ને વચ્ચે મામુલી જગડો થયો હતો અને અમારી બન્ને વચ્ચે ગાઢ પ્રેમ હતો. મને નહોતી ખબર કે સવારે તે મને છોડી ને ચાલી જશે. જયારે આ અંગે પોલીસે જણાવ્યું હતુ કે હાલ આત્મ હત્યા નુ મુખ્ય કારણ સામે આવ્યુ નથી તપાસ બાદ આત્મ હત્યા નુ કારણ ખબર પડશે.