India

દેશ ની રક્ષા માટે વધુ એક જવાન શહીદ… શહીદ જવાન અમર રહો

આપણા દેશ ના વિર જવાનો ઠંડી હોય કે ગરમી, રણ હોય કે પહાડ આપણી સૌની રક્ષા અને આપણે સૌવ શાંતિ થી જીવી શકીએ એ માટે તવો દિવસ રાત ખડે પગે રહે છે અને આપણી રક્ષા કરે છે ત્યારે આવા સંજોગો મા ઘણી વખત અણધારી આફત આવી જતી હોય છે અને જવાન શહિદ થતા હોય છે તો ક્યારેક દુશ્મન ની ગોળી નો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવી રીતે જ એક જવાન નો જીવ ગયો છે અને દેશ માટે શહીદ થયા છે.

જવાનો નુ ગામ તરીકે જાણીતું ગામ ગોરાંગ ભોડસી ગામ નો જવાન દેશ માટે શહીદ થયો છે જવાન ની ઉમર માત્ર 21 વર્ષ ની હતી અને શહીદ થતા નાના એવા ગામમા માતમ છવાયો હતો અને બધી બાજુ દુખ ફેલાયું હતુ. અને શહિદ જવાન નો પાર્થિવ દેશ આજે ગામે પહોંચવાનો હતો. 21 વર્ષિય શહીદ જવાન તરુણ શર્મા દોઢ વર્ષ પહેલા જ રાજપૂત રેજીમેન્ટ મા ભરતી થયા હતા.

તરુણ ના પિતા નંદ કીશોર થોડા મહીના પહેલા જ ભારતીય સેના ના 16 રાજપુત બટાલીયન માથી નીવૃત થયા હતા. પિતા નીવૃત થયા પછી તરુણ ની ટ્રેનીંગ પુરી થઈ હતી અને તેનુ પેલું પોસ્ટીંગ જ સીયાચીન મા થયુ હતુ અને સીયાચીન મા બરફ ધસી આવતા તરુણ શર્મા નીચે દબાયા હતા અને બાદ મા શહિદ થયા હતા. અને આ સમાચાર ગામ લોકો ને મળતા જ આખા ગામ મા માતમ છવાયો હતો

ભોડસી ગામ ના લોકો શનિવારે જવાન ના પાર્થિવ દેહ ની રાહ જોઈ ને સવાર થી બેઠા હતા પરંતુ તરુણ નો દેહ પહોચ્યો નહોતો અને સુચના મળી હતી કે રવિવારે પાર્થિવ દેહ મળશે. તરુણ ના ઘર વાળા નુ કહેવુ છે કે તરુણ ના લગ્ન થયા નહોતા તેના લગ્ન ની વાત ચાલી રહી હતી ત્યા આ ઘટના બની હતી. તરુણ નો પરીવાર હજી આઘાત માથી બહાર નથી આવી શક્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!