Gujarat

પિતાની છત્રછાયા ગુમાવેલ 300 દીકરીનાં કરાવશે સમૂહ લગ્ન! તૈયારિયો થઈ શરૂ, આ તારીખે યોજાશે લગ્ન…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મહેશ સવાણી અનાથ દીકરીઓના પિતા તરીકે ખૂબ જ લોકપ્રિય છે અને સદાય સમાજ સેવા અર્થે કાર્યો કરતા રહે છે, ત્યારે ફરી એકવાર તેઓ ખૂબ જ સરાહનીય કાર્ય કરવા જઈ રહ્યા છે, ત્યારે ચાલો આ કાર્ય વિશે વધુ વિસ્તૃત જાણીએ. એ વાત આપને સૌ જાણીએ છે કે મહેશ સવાણી હાલમાં ગુજરાતનાં આપ પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારે ઘણા લોકો તેમના આ પગલાં થી ખુશ છે જ્યારે ઘણા લોકો આ પગલાં ને નકાર્યા છે.

હાલમાં તેઓ જે કાર્ય કરી રહ્યા છે સૌ ખુશ છે. કરણ કેસવાણી તરફથી દર વર્ષે પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીઓના લગ્ન કરાવવાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ “ચૂંદડી મહિયરની”ના નામથી સામૂહિક વિવાહનું આયોજન કરવામાં આવશે જેમાં 300 જેટલી દીકરીના વિવાહ થશે.

ત્યારે આગામી 4-5 ડિસેમ્બરે થનારા સામૂહિક વિવાહ સમારોહ મામલે શનિવારે-રવિવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં બે દિવસમાં 240 દીકરીઓ પોતાની માતા અને સંબંધીઓ સાથે સામેલ થઈ આ સમાચાર થી અનેક દીકરીઓની આંખોમાં હર્ષનાં આંસુઓ છલાકાઇ ગયા છે અને ખરેખર આ ખૂબ જ સારું કાર્ય છે જેનાથી પિતા વિહોણી દીકરીઓ પ્રસંગ ધામધૂમ થી ઉજવાય જશે.

પી.પી સવાણી પરિવાર દ્વારા વર્ષ 2008થી અલગ-અલગ રાજ્યો, જાતિયો અને ધર્મોની દીકરીઓના સામૂહિક વિવાહ કરાવવામાં આવે છે. આ વર્ષે 4 અને 5 ડિસેમ્બરે દીકરીઓના લગ્ન થવાના છે. મૂહિક વિવાહમાં સામેલ થનારી ઘણી દીકરીઓના માતા-પિતા બંન્ને નથી. ઘર જેવા લગ્નના માહોલ અને તૈયારીઓને જોઈને દીકરીઓના આંસૂ છલકાયા હતા. બેઠકમાં ઘણા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!