દેશના ધનિક વ્યક્તિ જે યાનમાં બેસીને સફર કરી તે યાન કેવું હતું જુઓ વીડિયોમાં..

કહેવાય છે ને કે, પૈસા હોય તો કંઈ પણ શક્ય છે અને દુનિયાના કોઈપણ છેડે જવાય શકાય છે, ત્યારે આજે અપને વાત કરવાની દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની જેઓએક ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. બેઝોસ પોતાની કંપની બ્લૂ ઓરિજિનના રોકેટ ન્યૂ શેફર્ડ દ્વારા સ્પેસની સફર કરી

બ્લૂ ઓરિજિનના સ્પેસ રોકેટ અમેરિકાના પશ્વિમી ટેક્સાસના રણમાં આવેલ લોન્ચ સાઈટ વનથી ઉડાન ભરી હતી. આ મુસાફરીમાં તેમની સાથે ત્રણ અન્ય મુસાફર હતા જેમાં બેઝોસના ભાઈ માર્ક બેઝોસ, મહિલા પાઈલટ વેલી ફંક અને એક 18 વર્ષીય ફિઝિક્સ વિદ્યાર્થી છે. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ન્યૂ શેફર્ડની પહેલી ઉડાનનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેને સત્તાવાર વેબસાઈટ Blueorigin.com પર જોવામાં આવ્યું હતું.

આ સીધું પ્રસારણ 20 જુલાઈની સવારે 7:30 કલાકે શરૂ થયુ હતું. ભારતીય સમય પ્રમાણે તે સાંજે 5 કલાકે જોવા મળ્યું હતું આ દરમિયાન રોકેટની અંદરની તમામ પ્રક્રિયાનું સીધું પ્રસારણ કરવામાંઆવ્યું. તે સિવાય કંપની આ ઉડાન સંબંધિત અપડેટ આખો દિવસ શેર કરી હતી ત્યારે આપણે આ વીડિયો દ્વારા જોઈએ આખરે આ સ્પેસ સ્ટેલ કેવું છે અને ગૌરવની વાત એ કહેવાય છે કે,

ન્યૂ શેફર્ડને બ્લૂ ઓરિજિનના 13 એન્જિનિયરોની ટીમે મળીને બનાવ્યું છે. આ ટીમમાં મુંબઈની 30 વર્ષીય મહિલા એન્જિનિયર સંજલ ગવાન્ડે પણ છે. મુંબઈ યૂનિવર્સિટીથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી કર્યા પછી સંજલ માસ્ટર્સની ડિગ્રી માટે 2011માં અમેરિકા આવી હતી. 

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *