Gujarat

80 વિર રાજપૂતો ના બલીદાનનની શૌર્યગાથા આજે પણ કનડા ડુંગરમાં ગુંજે છે.

ખરેખર આપણી સૌરાષ્ટ્રની ભુમી અમર છે, જ્યાં અનેક એવા વીર સપૂતો થઈ ગયા જેમણે પોતાના દેશ ને ખાતર પોતાના જીવનું બલિદાન આપી દીધું હતું. આજે આપણે વા ડુંગર વિશે વાત કરવાની છે જ્યાં બલિદાનની શોર્ય ગાથા લખાયેલ છે. એક સાથે 80 થી વધારે ધડ વગરના માથાઓ ગાડા ભરાઈને આવ્યા હતા જૂનાગઢની બજારોમાં આ બલીદાન ની યાદ અપાવે છે. કનડા ડુંગર.

આ વાત છે આશરે 136 વર્ષ પહેલાની છે. 28, જાન્યુઆરી, 1883નો એ દિવસ, જૂનાગઢના મેંદરડા નજીક આવેલ કનડાના ડુંગર પર આશરે 136 વર્ષ પહેલા 28, જાન્યુઆરી 1883ના રોજ જૂનાગઢનાં રસ્તે ગાડાઓમાંથી વહેતું લોહી રસ્તાઓને લાલ રંગમાં રંગી રહ્યું હતું ગાડાઓમાં 80 કરતાં પણ વધારે ધડ વગરના માથા હતાઆ શિશ હતા  એ મહાન વીરોના જેમણેમહેસૂલી કર વસૂલવાના નિયમના વિરોધમાં સત્યાગ્રહ પર બેઠા હતા. સમગ્ર દેશમાં અંગ્રેજોએ સામેની લડાઈનો આ પહેલો સત્યાગ્રહ હતોજૂનાગઢનાં મહિયા રાજપુત સમાજના 80 જેટલા શૂરવીર યુવાનો અંગ્રેજો સામે મેદાને પડ્યા હતા.

અંગ્રેજોની આ જોહુકમીનો વિરોધ કરનાર રાજપુતોને અંગ્રેજી હકૂમતના શાસન દરમિયાન જૂનાગઢનાં નવાબની ફોજે કાવતરું કરી દગો કરી, ગોળીબાર અને તલવારબાજી કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તેમના માથા વાઢી તેમના શીશને ગાડામાં નાખી જુનાગઢ લઈ જવામાં આવ્યા હતા ખરેખર આ દ્રશ્ય કરુણ દાયક હશે તેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય છે. આ વિરોની ખાંભી આજે કનડા ડુંગર પર છે, જ્યા સદાય તેમની શોર્યતાની અનુભૂતિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!