પાટીદારનું ગૌરવ! સુરતને ગુંડાઓથી મુક્ત કરીને પટેલોને સુરતમાં વર્ચસ્વ અપાવ્યું. દિવસ-રાત સેવા માટે કાર્યરત રહેતા.

સુરત શહેરમાં પટેલનું વર્ચસ્વ છે! ટૂંકમાં કહો તો સુરત શહેર એટલે પાટીદારોનું પોતાનું નગર. એક સમય એવો હતો કે પોતાના માટે તેમનું અસ્તિત્વ ટકવવા ખૂબ સઘર્ષ કરવો પડ્યો હતો પરતું એક વ્યક્તિનાં લીધે પટેલોને સુરત મળ્યું અને આજે સુરતમાં વધારે પડતા પટેલો છે અને સુરત નગરીને પોતાનું બનાવ્યું છે. મોટેભાગે સૌરાષ્ટ્ર પ્રદેશના લોકો સુરત જઈને વસ્યા છે. આજે આપણે એ વ્યક્તિ વિશે જાણીએ જેના લીધે પટેલો પોતાની સુરતના આગવી ઓળખ બનાવી.

એક સમય એવો હતો જ્યારે એક વ્યક્તિ હતો, જેના નામ પરથી સમગ્ર સૌરાષ્ટ્ર ધરા ધ્રુજી ઉઠતી હતી. તેમનું નામ મનુ ડાયા પીઠવડી વાળા હતા, જેમના વિશે આજના જમાનામાં લોકો અજાણ હશે. જયારે 1980માં સૌરાષ્ટ્ર માં હિન્દી ભાષી લોકોનો દબદબો હતો, ત્યારે કામ કરવા આવેલા કણબીઓ સાથે અહીં ખરાબ રીતે વર્તન કરવામાં આવતું હતું. જેના લીધે એક વ્યક્તિનું કાળજું ગરમ થઇ ગયું હતું અને તેણે નિર્ણય કરી લીધો હતો કે સુરતમાં રહેશે તો પટેલો નહીંતર યુપી બિહારમાં ભૈયાઓ, આવા નિર્ણય થકી તેને 500 બુલેટો સાથે ગુંડા સફાઈ કામગીરી ચલાવી હતી.

જ્યારે 80ના દાયકામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે પટેલ સમાજ માટે અપક્ષ માંથી ચુંટણી લડીને વિજય થનાર MLA મનુબાપાએ સારી એવી કામગીરી કરી હતી.મનુ બાપા એ પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ગયા વિના લોકોના પ્રશ્નો નું નિરાકરણ લાવી આપતા હતા. તેમના ઘરની આગળ લાંબી લાઈનો લાગતી હતી અને તેઓ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી આપતા હતા

સદાય લોક કલ્યાણક અર્થે કાર્યરત રહેતા અને પોયાના જીવન કાળ દરમિયાન તેમણે સદાય પ્રજા જનોની સેવા જ કરી છે. તેમના આંગણે સવારે 8થી 9 વાગ્યા સુધી ગરીબો, ફકીરો, બાવા આવતા હતા અને મનુભાઈ તેમને દાન કરતા હતા. તેઓએ એકલા હાથે અપક્ષમાં ઊભા રહીને કોંગ્રેસ અને ભાજપ બંને ને ધ્રુજાવી દીધી હતી.આજે સુરતમાં પાટીદારની ઓળખ આ મનુભાઈ થકી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *