Gujarat

મોત નો વિચીત્ર સંયોગ જે જગ્યા પર પુત્ર નુ મોત થયુ હતુ એ જ જગ્યા પર પિતા નુ પણ મોત થયુ ! માલધારી સમાજ..

દુનિયા મા એવા એવા સંજોગો રચાઈ છે કે આપણે વિચારતા થઇ જઈએ છીએ ત્યારે એક કીસ્સો એવો જ સામે આવ્યો છે જેમા એક પિતા અને દિકરા નો હોય નો કરુણ સંજોગ રચાયો હતો જેમા દસ વર્ષ પહેલાં જે જગ્યા પર દિકરા નુ મોત વિજળી પઢવાથી થયુ હતુ એજ જગ્યા પર પિતા નુ પણ મોત થયુ હતુ.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર કકરાવ મા દસ માસ પૂર્વે માવઠા ના સમય મા બંન્ની ખાવડા વિસ્તારમાં ઘેટા બકરા ચરાવવા માટે જનાર 17 વર્ષ ના મશરૂ રબારી માલધારી યુવક નુ વિજળી પડવાને કારણે મોત નિપજ્યું હતુ. ત્યારે હાલ ભારવામા મોડે થી મેઘમહેર સાથે અનેક જગ્યા એ વિજળી પડવાની ઘટના ઓ પણ સામે આવી હતી. જેમાં ભચાઉ તાલુકાના કકરવા ગામના માલધારી ઘેટા બકરા ચરાવવા માટે બન્ની વિસ્તારમાં ગયેલા સાજણભાઈ ડાહ્યાભાઈ રબારી (ઉ.વ.55)નું વિજળી પડવાને કારણે મોત થયું હતું.

આ વિસ્તાર મા મોટા ભાગ ની માલધારી સમાજ વસે છે અને અને પોતાના પશુ ઓ અને ઢોર ઢાખર ના ચરાવવા માટે બન્ની વિસ્તાર જતા હોય છે ત્યારે પિતા અને પુત્ર ના એક જ વર્ષ મા વિજળી પડવાની ઘટના થી મોત થતા સમગ્ર પંથક મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ.

ગુજરાત રાજ્ય મા અને દેશ મા આ વર્ષે ચોમાસા મા અનેક વિજળી પડવાની ઘટનાઓ સામે આવી છે જેમાં અનેક લોકો ના જીવ પણ ગયા છે. અને મહેસાણા મા બુધવાર ની રાત્રીએ મહેસાણામાં રાત્રે વીજળી પડતાં મકાનની છત તૂટી,10 મકાનોમાં વીજઉપકરણો બળી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!