મા અંબાજીના સાંનિધ્યમાં ભક્તો દ્વારા ચઢાવેલ 113 કિલો ચાંદી નકલી નીકળ્યું, વેપારીઓ દ્વારા છેતરપીંડી…

કહેવાય છે ને કે જગતમાં માણસ ને ભલે ભગવાને ઘડયો છે, પરતું માનવી એ હદ સુધી પોહચી ગયો છે કે આજે ભગવાન સાથે છેતરપીંડી કરતા નથી અચકાતો. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક ભક્તો માતાજી અને તેમજ અનેક દેવી દેવતાઓ ની માનતા રાખતા હોય અને પોતાની યથા શક્તિ મુજબ દાન દક્ષિણા કરતા હોય છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે કે, જેના પગલે અનેક ભાવિ ભક્તોની આસ્થા અને વિશ્વાસ ને ઠેશ પોહચી છે.આ ઘટના બની છે,મા અંબાજીના સાનિધ્યમાં ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પવિત્ર ધામ અંબાજીનાં સાનિધ્યમાં ભંડારા ની ગણતરી વખતે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. વાત જાણે એમ છે કે,બે વર્ષનાં સમય ગાળામાં ભક્તો દ્વારા માતાજીને ચઢાવવામાં આવેલા પૂજાપાની ચાંદી નકલી હોવાની જાણ થતાં અરેરાટી વ્યાપી છે, જેને ટ્રસ્ટ દ્વારા હવે ખોટી ખાખર તરીકે ગણી તેની હરાજી દ્વારા નિકાલ કરવામા આવશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક ભક્તો અંબાજી આવતા માઇ ભક્તો દ્વારા આખડી પૂર્ણ કરવા સ્થાનિક પ્રસાદના સ્ટોર પરથી ચાંદીના છત્રોથી માંડી યંત્રો,નેત્ર, માતાજીના પગલા ખરીદી અને માતાજીના ભંડારમાં અર્પણ કરે છે. પરંતુ મા અંબાની સન્મુખ રાખેલી દાનપેટીમાં ચાંદીના છત્ર સીધાજ ભંડારમાં જમા થાય છે, તે નકલી ચાંદી હતું. આ તમામ વ્યાપરીઓ ની છેતરપીંડી જ કહેવાય છે ભક્તોને ચાંદીનાં નામે લૂંટી લે છે.

શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ જાણવ્યું કે વર્ષ 2020 માં મંદિર મહામારીમાં બંધ હતું અને આ જ કારણે ભંડાર ગણત્રી માં વર્ષ 2019-20માં ભંડારમાં 273 કી. ગ્રા. અને વર્ષ 2021 દરમ્યાન ભંડારમાં 113 કી. ગ્રા. ખોટી ચાંદીનો પૂજાપો એકઠો થયો છે. સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરાવાય છે. જેમાં આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું. આ જથ્થાને ખોટી ખાખર તરીકે મૂલવી તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. ખરેખર આ ઘટનાં ખૂબ જ ચોંકાવનારી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *