Gujarat

લગ્નના 15 દિવસ બાદ પતિનો સાથ છૂટ્યો છતાં દુઃખની સામે લડીને આ ગુજરાતી મહિલા IAS ઓફિસર બની, આજે આ જગ્યા પર…

ગુજરાતની નારી શક્તિને વંદન છે. આજે દરેક ક્ષેત્રોમાં નારીનું પ્રભુત્વ વધારે જોવા મળે છે, આ વાત તો આપણે જાણીએ છે.આજ રોજ અમે આપને એક એવી મહિલા વિશે જણાવીશું જેને પોતાના પતિને ગુમાવ્યા બાદ આપમેળે આઈ.એ.એસ ઓફિસર બની. દુઃખની વાત એ છે કે માત્ર લગ્નના 15 દિવસ બાદ પતિનો સાથ છૂટી ગયો. હિંમત હારવાના બદલે કોમલે જીવનમાં સફળતાનાં શિખરો સર કર્યા.

કોમલ ગણાત્રા વિશે જાણીએ તો, કોમલ મૂળ અમરેલી જિલ્લાની રહેવાસી છે. અમરેલીના સાવરકુંડલામાં 1982માં તેમનો જન્મ થયો. કોમલે ઓપન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યુ. આ ત્રણ ભાષાઓમાં અલગ અલગ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ છે. 26 વર્ષની ઉંમરમાં કોમલ ગણાત્રાના લગ્ન એનઆરઆઈ યુવક શૈલેષ સાથે થયા.

યૂઝીલેન્ડ રહેતા શૈલેષ સાથે કોમલના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા. વર્ષ 2008માં કોમલની જિંદગીમાં બે ઘટના એક સાથે થઈ. એ વર્ષે કોમલે ગુજરાત લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી અને એ વખતે એનઆરઆઈ શૈલેષ તેની જિંદગીમાં આવ્યો. કોમલનો પતિ ઇચ્છતો હતો કે તે ગુજરાતમાં સરકારી નોકરી કરવાના બદલે તેની સાથે લગ્ન પછી ન્યૂઝીલેન્ડમાં રહે.કોમલ એ વખતે શૈલેષની વાત માનીને ઇન્ટરવ્યુમાં ભાગ ન લીધો અને સરકારી નોકરીનો મોકો છોડી દીધો.

લગ્નના માત્ર 15 જ દિવસ બાદ તેણે દહેજ માટે ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી. શૈલેષ ન્યૂઝીલેન્ડ જતો રહ્યો અને પછી ક્યારેય કોઈ સંપર્ક કર્યો નહિ. કોમલે ન્યૂઝીલેન્ડ સરકારને પણ પતિને શોધવા માટે અપીલ કરી. નિરાશા મળતા કોમલ પોતાના ઘરે સાવરકુંડલા આવી ગઈ. પોતાના માતાપિતા સાથે રહેવા લાગી.

કોમલે પોતાના આ દુઃખે તાકાત બનાવવાનુ નક્કી કર્યુ અને ફરીથી પુસ્તકો સાથે દોસ્તી કરી. ફરીથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગઈ. એક મીડિયા સમક્ષ કોમલે જણાવ્યું હતું કે, ‘આપણે વિચારીએ છીએ કે લગ્ન આપણને પરિપૂર્ણ બનાવે છે. હું પણ આવુ જ વિચારતી હતી જ્યાં સુધી મારા લગ્ન નહોતા થયા. પતિના છોડીને જતા રહ્યા બાદ મને સમજાઈ ગયુ હતુ કે જીવનમાં એક છોકરી માટે લગ્ન જ બધુ નથી. તેનુ જીવન એનાથી પણ આગળ છે.’

કોમલે યુપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. ત્યાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. ત્રણ વારની નિષ્ફળતાએ કોમલનુ મનોબળ ન તોડ્યું. આખરે યુપીએસસી વર્ષ 2012ની પરીક્ષામાં 591મો રેન્ક મેળવીને આઈએએસ બનવામાં સફળતા મેળવી. હાલમાં તે સંરક્ષણ મંત્રાલય નવી દિલ્લીમાં એડમિનિસ્ટ્રેટીવ ઑફિસર તરીકે ફરજ બજાવે છે. કોમલે પોતાના નવા જીવનની શરૂઆત કરી છે અને હાલમાં બીજા લગ્ન બાદ તેના ઘરે એક દીકરીનો જન્મ થયો છે અને સુખી રીતે પોતાનું જીવન પસાર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!