Gujarat

મોરબી બ્રીજ ઘટના મા બાળક રડ્યો અને આખો મહેતા પરીવાર મોતના મુખ માથી બચી ગયો ! ચમત્કાર માનવો કે સંજોગ…

મોરબી હોનારતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો અનેક પરિવારો એવા પણ છે, જે સદભાગ્યે બચી ગયા છે. સંજોગ કહો કે ચમત્કાર પરંતુ જેનો જીવ મોતના દ્વારે પહોંચવાનો હોય એ કોઈપણ કાળે મુત્યુ પામે છે.રાજુલા શહેરના દુલર્ભનગરમાં રહેતા ભાનુભાઈ મહેતાનો પરિવાર તેમના સગાને ત્યાં મોરબી ગયો હતો, જેમાં ભાનુભાઈ મહેતા, સાગરભાઇ મહેતા, કોમલબેન, ખેવના અને નેત્ર સહિતના પરિવારના લોકો ઝૂલતા પુલ ઉપર ગયાં હતાં.

તેમના નસીબ સારા કે પૂલ પર થોડે સુધી પહોંચ્યા અને પુલ હલવાને કારણે નવ વર્ષીય નેત્રને બીક લાગી હતી, જેથી તે રડવા લાગ્યો હતો અને બહાર આવવા જીદ કરી હતી, જેથી પરિવારે પુલ પર સેલ્ફી લીધી અને આખો પરિવાર પુલની બહાર આવી ગયો. જ્યાંથી પોતાની ગાડી લઇને નીકળ્યાની માત્ર 15 મિનિટમાં આ પુલ તૂટી પડ્યો હતો. જો છોકરો ના રડ્યો હોત તો આ દુર્ઘટનામાં મહેતા પરિવાર પણ હોમાઈ ગયા હોત.

મહેતા પરિવારે પુલ પર લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયા પર મૂકી હતી, જેથી આ દુર્ઘટનાના સમાચાર સાંભળીને સગાં-સંબંધીઓ ચિંતામાં મુકાઈ ગયાં હતાં. પરિવારે જણાવ્યું, સતત સગાં-સંબંધીઓના ફોન આવી રહ્યા છે, પણ ભગવાને અમને અણસાર આપ્યા હોય અને નેત્રને કારણે બચી ગયા અને અત્યારે હેમખેમ છે. પરંતુ આ ગોજારી ઘટના મહેતા પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે તેમણે પુલ ઉપર લીધેલી સેલ્ફી કાયમી યાદ બની રહેશે.

જે રીતે મહેતા પરિવાર બચી ગયો એજ રીતે અનેક એવા પરિવારો છે જે સમય અને સંજોગ પ્રમાણે બચી ગયા છે. અનેક પરિવારની દુઃખદ ઘટનાઓ અને સુખદ ઘટનાઓ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આપણે જાણીએ છે કે, મોરબી હોનારતે અનેક લોકોના જીવ લીધા છે જેને આવનાર પેઢી પણ નહીં ભૂલી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!