અનોખા લગ્ન! દિવ્યાંગ કપલે વ્હીલચેર ઉપર જ કર્યા લગ્ન , પ્રેમ કહાની જિણશો તો…

કહેવાય છે ને કે, જગતમાં સૌથી શ્રેષ્ઠ સમય છે, વ્યક્તિનો લગ્ન જીવનકાળ નો! આપણે સૌ કોઈ જાણીએ છે કે, સમયની સાથે અનેક લગ્નના બનાવ જોઈતા હોય છે. ત્યારે હાલમાં જ એક અનોખા લગ્નનો બનાવ બન્યો છે. તમને જાણીને નવાઈ લાગશે અને ભાગ્યે જ આવો બનાવ બન્યો હશે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,હિમાચલ પ્રદેશના ઉનાના નંગલ ખુર્દના શશિપાલ અને બિહારની સોનમે લગ્ન કર્યાની ચર્ચા વિસ્તાર ચાલી રહી છે. આ લગ્ન ખૂબ જ અદ્ભૂત હતા. યુવાન 7 વર્ષ પહેલા એક દુર્ઘટનામાં કરોડરજ્જુમાં ઇજા પહોંચવાના કારણે આજીવન માટે દિવ્યાંગ બની ગયો હતો. લાંબા સમયની સારવાર બાદ શશિપાલ હવે વ્હીલ ચેર ઉપર પોતાનું જીવન પસાર કરી રહ્યો છે.

આવી જ એક ઘટના બિહારના મુંગેર જિલ્લાના છોટી ગોવિંદ પુર ફુલ્કા ગામમાં રહેનારી સોનમ સાથે ઘટી હતી. સોનમ ઘરની છત ઉપરથી પડવાના કારણે કરોડરજ્જૂમાં ઈજા પહોંચી હતી. તે એ પણ આજીવન દિવ્યાંગ થઈ હતી. બંને સારવાર કરાવવા માટે ચંડીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં શશિ પાલ અને સોનમનું મિલન થયું હતું.

આ નવયુગલ ભલે શારીરિક રૂપથી દિવ્યાંગ છે, પરંતુ માનસિક રૂપથી એક બીજાના થઈ ગયા છે. બંને વિધિવત એક બીજાને જીવન સાથી તરીકે સ્વીકારી લીધા છે. શશિ અને સોનમે 3 ઓગસ્ટે ઉના ન્યાયાલયમાં કોર્ટ મેરેટ કરી લીધા છે. ગામના લોકો માટે શુક્રવારે રિસેપ્શન પણ આપવામાં આવ્યું હતું.

શશિને મોડલિંગનો શોખ છે. દિલ્હીમાં એક ટીવી ચેનલ માટે શશિ મોડલિંગ પણ કરી ચૂક્યો છે. અને 24 ઓગસ્ટ 2021એ શશિને મોડલિંગ માટે ગોવા જવાનું છે. જ્યારે તેમની પત્ની સોનમને ગીત સંગીતનો શોખ છે. પરંતુ હજી સુધી તેમને ગાવા માટે કોઈ મંચ મળી શક્યું નથી.કહેવાય છે ને કે, સમયની સાથે ક્યારે જીવનમાં એવા જીવનસાથીનો સાથ મળી જાય એટલે જીવન સ્વર્ગરૂપી બની જાય છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *