લગ્નના સાત દિવસમાં જ દુલ્હન કર્યું એવું કામ કે, યુવાન રડવાનો વારો આવ્યો.
સમય એટલો ખરાબ છે કે, દરેક લોકોને માનવતા ભૂલીને ખરાબ માર્ગેથી પૈસા કમાવવા માંગતા હોય છે જેમાં અનેક માર્ગનો સહારો લઈ છે , જેમાં કયો માર્ગ સાચો છે અને કયો ખરાબ એ તમે પણ નહીં સમજી શકતા. અત્યાર સુધી પુરુષો જ લોકો ચોરી કરી અને ધોખેબાઝીથી લોકોને લૂંટતા હોય છે પરતું આજે આપણે એક એવી મહિલાની વાત કરવાની છે જેમાં એક સ્ત્રી પોતાના પતિને ત્રાસ તો આપ્યો પરતું તેને એવું કામ કર્યું કે તમે પણ સૌ કોઇ ચોંકી જશો.
જૂનાગઢ તાલુકામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે.
યુવકને લગ્નની લાલચ આપીને તેના જ સંબંધિ એ યુવતી સાથે લગ્ન કરાવી દીધા. યુવતી લગ્નના માત્ર સાત જ દિવસમાં સતીશના ઘરેથી રૂ.70 હજારના મોબાઈલ, રૂ1. લાખથી વધુ કિંમતના દાગીના તેમજ રોકડ લઈને ફરાર થઇ ગઇ.
લગ્ન પહેલા યુવક પાસેથી રૂ.50,000 લીધા હતા. લગ્નમાં રૂ.100,000ના ઘરેણા તેમજ વહુને રૂ.70,000નો મોબાઈલ ફોન ગિફ્ટમાં આપ્યો. આઠ દિવસ પછી એના કહેવાતા પરિજન આવ્યા અને કહ્યું કે, દીકરીની લઈ જવી છે.
એ પછી યુવતી રોકડ અને દાગીના પોતાની સાથે લઈ ગઈ. આ દરમિયાન ભગવતીને બીજા રૂ.20,000ની જરૂર છે એવું કહીને બીજી રોકડ રકમ પણ પડાવી લીધી હતી. થોડા દિવસ બાદ જ્યારે યુવકે યુવતીને ફોન કર્યો ત્યારે એનો ફોન બંધ આવ્યો. બીજા કેટલાક પ્રયત્નો કર્યા પણ કોઈ ભાળ ન મળતા છેત્તરપિંડી થઈ હોવાનું સામે આવ્યું.