નવનિયુક્ત મેયરશ્રીને જાહેરમાં 3 ગોળી મારીને હત્યા કરવામાં આવી.
કહેવાય છે ને કે,ક્યારે શું ઘટના બની જાય કોઈ ન કહી શકે.એમાં પણ રાજકારણઆમ તો ક્યારે કઈ રમત રમાઈ એ કોઈ નથી જાણતું.હાલમાં જ બિહારના પટનામાં કટિહાર નગર નિગમના મેયર શિવા પાસવાનની ગત રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી સૌ કોઈ ચોકી ગયા છે. વિચાર કરો કે કોઈ આવી રીતે આટલી ઉંચે પદે બિરાજમાન વ્યક્તિને કોઈ કંઈ રીતે મારી શકે તેની પાછળક નક્કી કોઈ કારણ હોય શકે છે.
આ બનાવને લઈને બિહાર પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને આરોપીઓની શોધી રહી છે. પોલીસનું એવું કહ્યું છે કે જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તે લોકોને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે.જાહેર મેયરની હત્યાને કારણે અહીયાના લોકોમાં હાલ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.મેયર શિવા પાસવાનને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે આરોપીઓએ તેમની છાતીમાં ત્રણ ગોળી મારી હતી. બાદમાં તેઓ ત્યાથી ફરાર થઈ ગયા. જોકે ઘટનાને લઈને તેમને તુંરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યા સુધીમાં તેમણે શ્વાસ છોડી દીધા હતા.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સાંસદ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું. સાથેજ આરોપીઓ સામે કડક પગલા લેવામાં આવે તેવી તેમણે માગ કરી છે. ટ્વીટ કરીને તેમણે કહ્યું કે શિવરાજ પાશવાનની હત્યાના સામાચાર સાંભળ્યા બાદ હુ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે ગત 17 જુલાઈએ આશીર્વાદ યાત્રા સમયે તેમની સાથે મુલકાત થઈ હતી.હત્યારાઓને કડક સજા મળે તેવી માગ કરવામાં આવી છે. ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ મનોકામનાઓ.