દુનિયાનું એક એવું ગામ જ્યા ક્યારેય વરસાદ જ નથી પડતો! જાણો શા માટે મેઘરાજા આ ગામ નથી આવતા.
આ જગતમાં દરેક ઋતુ મહત્વની છે, અને દરેક ઋતુ આવશ્યક છે. પરતું કહેવાય છે ને કે આ જગતમાં ઈશ્વર સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ દુનિયામાં અનેક એવી અજયાબીઓ આવેલી છે જે આપણે તેનું રહસ્ય ન જાણી શકીએ. હવે તમેં વિચાર કરો કે જો વરસાદ ન પડે તો? તમેં કહેશો કે આવું શક્ય નથી. પરતું એક એવા આ ગામની વાત કરવી છે, જ્યાં ક્યારેય વરસાદ જ નથી થતો.
ગામનું નામ અલ-હુતૈબ છે, જે યમનની રાજધાની સના ના પશ્ચિમમાં મનખના નિદેશાલયના હરાજ વિસ્તારમાં સ્થિત છે. અલ-હુતૈબ ગામ પૃથ્વીની સપાટીથી 3,200 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. ગામની ચારે બાજુ વાતાવરણ ખરેખર એકદમ ગરમ છે. જોકે શિયાળા દરમિયાન સવારે વાતાવરણ ખૂબ જ ઠંડું હોય છે, પરંતુ જેવો સૂર્ય ઉગે છે ત્યારે લોકોને ગરમીનો સામનો કરવો પડે છે.
આ ગામની સૌથી વિશેષ વાત એ છે કે અહીં ક્યારેય વરસાદ પડતો નથી. તેનું કારણ એ છે કે આ ગામ વાદળોની ઉપર આવેલું છે. વાદળો આ ગામની નીચે બને છે અને વર્ષી જાય છે. અહીંનો નજારો એવો છે કે તમે ભાગ્યે જ ક્યાંક જોયો હશે. ખરેખર આ જ કારણ અહીંયા વરસાદ નથી પડતો. આમ પણ કહેવાય છે ને કે, જગતની કલાકારી અદભૂત છે. ગામની ઉપર વાદળો હોય છે પરંતુ અહીંયા તો વાદળોની ઉપર ગામ છે.