પક્ષીનો જીવ બચાવવા યુવાનને શોક લાગતા પોતાનો જીવ ગુમાવ્યો.લોકો તેને જોતા રહ્યા.
જીવનું કલ્યાણ કરવાથી પુણ્ય મળે છે પરંતુ ક્યારેક હાથના કર્યા હૈયે પણ વાગે છે પરતું ક્યારેક એવું થઈ જાય છે કે ના વિચાર્યુ હોય એવી ઘટના બની જાય છે. આપણે ત્યાં માનવતા નો ધર્મ ભૂલી જાય છે ત્યારે એક વ્યક્તિ એક પક્ષીનો જીવ બચાવવા પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ખરેખર જ્યારે હકીકત જાણશો ત્યારે આંખમાંથી આંસુઓ આવી જશે. કહેવાય છે કે, આ છોકરાએ પક્ષીનો જીવ બચી ગયો પરતું તેને પોતાનો જીવ ગુમાવ્યો.
વાત જાણે એમ છે કે, અરવલ્લી જિલ્લાના માલપુર ગામનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ વીજળીના વાયરમાં ફસાયેલા કબૂતરનો જીવ બચાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો. માલપુર ગામમાં ભર બપોરે બજારમાં વીજળીના વાયરમાં કબૂતર ફસાયું હતું. ઘણા બધા લોકો આ દૃશ્ય જોઈ રહ્યા હતા પણ વીજળીના હાઈ વોલ્ટેજ વાયર હોવાના કારણે કોઈ તેને બચાવવા દોડી શકે તેમ ન હતું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે માણસ ને પોતાનો જીવ વધુ વ્હાલો હોય છે અને તેના માટે આપણે ક્યારેય જીવને દાવ પર નહીં લગાવીએ એ વાત પણ જાણીએ છે. પરતું આ યુવાન પોતાના પ્રાણની પરવહા કર્યા વગર જ પક્ષીની રક્ષા કરી અને તેને એકવાર ન વિચાર્યયુ કે તેનો પણ જીવ જીઇ શકે છે.
એવી ઘટના સામ છે કે અને કલ્પના પણ ના કરી શકાય આ યુવાન પોતાના ત્રણ બાળકોને નોંધારા મુકી ચાલ્યો ગયો એ પણ નેક કાર્ય કરવામાં યુવકે જીવ ગુમાવ્યાની કરુણ ઘટના સામે આવતા લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા. કેમ કે જે લોકો એ મોત પોતાની આંખોની સામે જોયું હતું. વીજ થાંભલા પર યુવક ચાલુ લાઈને પક્ષી તરફડીયા ખાતાં જોઈને બચાવવા ગયો હતો ત્યારે યુવક થાંભલા પર ચડીને લાકડીથી પક્ષીને બચાવવા જતા અચાનક તેને શોક લાગી ગયો. ઈશ્વર તેમની આત્મને શાંતિ અર્પે.