તમે સાચુ નહી માનો ! ગધેડી ના દુધ નો ભાવ લીટર ના બે હજાર રૂપીયા, જાણો આવુ કેમ
શું તમે જાણો છો કે, ગધેડીના દૂધમાં પોષક તત્વોની સાથે સાથે ચિકિત્સીય ગુણ પણ હોય છે. સાથે જ લાંબા સમય સુધી યુવાન રાખાત એન્ટિ એજિંગ તત્વો અને એન્ટિ ઓક્સિડેન્ટ પર મળી આવે છે. આ કારણે આ દૂધનો ઉપયોગ બ્યુટી ક્રીમ, સાબુ અને શેમ્પુ બનાવવા માટે થાય છે.
ગધેડીના દૂધમાંથી બ્યુટી પ્રોડક્ટ , ‘આ દૂધની ખૂબ માંગ છે. હવે લોકો બીમારીઓના ઈલાજ માટે પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. આપણા પૂર્વજો આ દૂધનો ઉપયોગ કરતા હતા. તેમાં અદભૂત ગુણ હોય છે. બાળકો માટે તે ફાયદાકારક હોય છે. તેમજ પેટની બીમારી સાથે સ્કીન ડિસિઝ માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે.’
‘ગધેડીનું દૂધ નવજાત માટે માતાના દૂધ જેટલું જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન સાથે જરુરી ફેટી એસિડ પણ હોય છે. ગાયના દૂધની અપેક્ષાએ તેમાં ઓછું ફેટ હોય છે. જેથી યુએન જેવી ટોચની સંસ્થાના ખાદ્ય અને કૃષિ વિભાગે પણ તેને બાળકો માટે એક સારો વિકલ્પ જાહેર કર્યો છે. અમેરિકા સહિત અનેક દેશોમાં તેને યોગ્ય ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા મળી છે.
ગધેડાના દૂધમાં એન્ટી-ઑક્સિડેન્ટ્સ,એન્ટી એજિંગ તત્વોનો ઘણો સમાવેશ થાય છે.આ તત્વો માનવ શરીરમાં ઘણી ગંભીર રોગો સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે.આ દૂધમાં વિટામિન ઇ,એમિનો એસિડ્સ,વિટામિન એ,બી 1,બી 6, સી,ડી,ઇ,ઓમેગા 3 અને 6 થી ભરપૂર છે.આમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે છે અને તેમાં ગાયના દૂધ કરતા ચરબી ઓછી હોય છે.
આ બધા પોષક તત્વો ઉમેરવા ઉપરાંત આ દૂધમાં યુવાની-રાખવા ગુણધર્મો એટલે કે રેટિનોલ પણ છે.વાતાવરણમાં પરિવર્તનના કારણે બાળકોને સરદી તાવ આવે છે.ગધેડાના દૂધમાં વિટામિન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદગાર છે તેંમજ પાંચનતંત્રની સમસ્યાઓ દૂર કરે અને ખાસ વાત એ કે માર્કેટમાં 2000 થી 7000 સુધીમાં પ્રતિ લીટરનાં ભાવે વેંચાઈ છે દૂધ.