એક સમયે કરોડો નો ગોટાળો કરનાર હર્ષદ મહેતા ની આ ખાસ બાબતો જાણો
સૌરાષ્ટ્રમાં એક એવો વ્યક્તિ હતો જેણે પોતાની કોઠાસૂઝ થી અબજો રૃપિયાનીની કમાણી કરીને વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું. કહેવાય છે ને કે ગુજરાતી માણસ કંઈ પણ કરી શકે અને એ પણ ધંધો તો તેના લોહીમાં જ હોય છે. 1992નાં દાયકામ શેર બજારમાં ધૂમ મચાવનાર હર્ષદ મહેતા જેને ભારતના 5000 કરોડ રૂપિયા નું કૌભાંડ કર્યું જેનો કેસ નો અંત 2020 સુધી પણ ચાલ્યો છે તેનું મૃત્યુ તો એ પહેલાં જ થઈ ગયું હતું. ચાલો ત્યારે તેના જીવનની રસપ્રદ વાત જાણીએ કે રાજકોટનો એક સામાન્ય વ્યક્તિ કંઈ રીતે બન્યો બીગબુલ.
હર્ષદ મહેતાનો જન્મ 29 જુલાઈ 1954 ના રોજ રાજકોટના મોટી પાનેલી ગામનાં જૈન પરિવારમાં થયેલો હતો. નાના વેપારીઓના પરિવારમાં જન્મેલા હર્ષદ મહેતાનું બાળપણ મુંબઇની કંડી વાલીમાં વીત્યું અને તેમણે સ્કૂલનું શિક્ષણ મુંબઇની હોલી ક્રોસ બેરોન બજાર માધ્યમિક શાળામાંથી કર્યું હતું. બારમું પાસ કર્યા પછી, હર્ષદ મહેતાએ લાજપત રાય કોલેજમાંથી બી.કોમ.નો અભ્યાસ કર્યો અને ત્યારબાદ આગામી આઠ વર્ષ સુધી નાની-મોટી નોકરીઓ કરી.
1976 માં બી કોમ પાસ કર્યા પછી, હર્ષદને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડમાં સેલ્સ પર્સન તરીકેની પહેલી નોકરી મળી અને તે જ સમયે સ્ટોક માર્કેટ તરફ તેની રુચિ વધી અને પોતાની નોકરી છોડી દીધી અને હરજીવનદાસ નેમિદાસ સિક્યોરિટીઝ નામની દલાલી પેઢીમાં નોકરીએ જોડાયો અને થોડાં સમયમાં હર્ષદ મહેતાએ શેર બજારની બધી યુક્તિઓ શીખી અને 1984 માં ગ્રો મોર રિસર્ચર્સ અને એસેટ મેનેજમેંટ નામની પોતાની કંપની શરૂ કરી અને બોમ્બે સ્ટોક એક્સચેંજમાં દલાલ તરીકે સભ્યપદ લીધું. અહીંથી જ શેરબજારમાં તેની રાજાની સફર શરૂ થઈ, સમયનું ચક્કર એવું ફર્યું કે શેરબજારમાં ગજબનાક સફળતા મળવાને કારણે હર્ષદ મહેતા ‘બિગ બુલ’ તરીકે પણ ઓળખાતા હતા. તેમનાથી પ્રેરાઈને સામાન્ય લોકો પણ શેરબજાર તરફ આકર્ષાયા હતા.
સ્કેમ 1992 :- સમયનું ચક્કર એવું ફર્યું કે શેરબજારમાં લોકપ્રિયતા મેળવાર હર્ષદ મહેતાએ એવું કામ કર્યું કે વિશ્વના ખૂણે ખૂણે તેનું નામ ચર્ચાય રહ્યું હતું! સરકારને પણ ધ્રુજાવી નાંખી. હર્ષદ મહેતાએ 1992મા ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જ’ સાથે ઠગાઈ કરી હતી. સ્ટોકસ સાથે ગેરરીતિ આચરીને રૂ.5000 કરોડનું કૌભાંડ કરી જનારા હર્ષદ મહેતા સામે 27 ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. મુંબઈ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે હર્ષદ મહેતાને ગુનેગાર ઠેરવ્યાં હતાં. 47 વર્ષની ઉંમરમાં હર્ષદ મહેતાનું હૃદયરોગથી નિધન થયું હતું. તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એટલે કે વર્ષ 2001 સુધી તેમની પર કેસ ચાલતા હતાં. હર્ષદ મહેતાના કેસને કારણે ભારતીય બેંક પ્રણાલી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ચાલતી પોલ ખુલી પડી હતી.