Gujarat

પાણીપુરી વેંચતા કાકા ને જોઈ ભલભલા ગોથું ખાઈ જાય અને પી.એમ નરેન્દ્ર મોદી સમજી બેઠે છે ! બધી તસવીરો જોશો તો ખબર પડશે કે કાકા…

આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયાની દુનિયા દવારા વિશ્વને આપણા હાથમાં જ સમાવી શકીએ છે. સોશિયલ મીડિયામાં અનેક વ્યક્તિઓ વાયરલ થઈને પ્રસિદ્ધ બન્યા છે, ત્યારે આજે અમે આપને મોદીજીના હમશકલ વિશે જમાવીશું.

આ દુનિયામાં એક જ ચહેરાવાળા કુલ 7 લોકો હોય છે. ક્યારેક એકસરખા દેખાતા ઘણા લોકો મળી જાય છે. હાલમાં જ નરેન્દ્ર મોદી જેવા દેખાતા એક વ્યક્તિનો વીડિયો

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વ્યક્તિ ગુજરાતનો જ છે અને ત્યાં પાણીપુરી વેચે છે.

ફૂડ બ્લોગર eatinvadodaraએ તાજેતરમાં Instagram પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સફેદ કુર્તા પાયજામા પીળા જેકેટ પહેરેલા આ વ્યક્તિને જોઈને તમે પણ છેતરાઈ જશો . તેમને જોઈને લાગશે કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.


પાણીપુરી વેચનાર આ વ્યક્તિનું નામ છે અનિલ કુમાર ખટ્ટર, જે ગુજરાતના આણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં પાણીપુરીનો મોટો સ્ટોલ લગાવે છે. તેમની બોડી લેંગ્વેજ, ડ્રેસિંગ સ્ટાઈલ અને તેમના અંદાજના કારણે તેઓ પીએમ નરેન્દ્ર મોદી જેવા લાગે છે અને લોકોએ તેમને મોદીજી જ કહીને બોલાવે છે.

અનિલક કુમાર 15 વર્ષની ઉંમરથી અહીં ચાટ વેચે છે. તેઓ પાણીપુરીની સાથે ભેલ પુરી, દહી પુરી, સેવ પુરી અને ટોકરી ચાટ વેચે છે. અનિલ કુમારનુ કહેવું છે કે, આપણા દેશના વડાપ્રધાન પણ પહેલા ચા વેચતા હતા અને પછી દેશના વડાપ્રધાન બન્યા. હું પણ પાણીપુરી વેચું છું અને કદાચ હું પણ આગામી વડાપ્રધાન બનીશ?


આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને 3.7 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. એક યુઝરે કમેન્ટ કરી કે તેમનો અવાજ પણ પીએમ મોદી જેવો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!