રાષ્ટ્ર સંબોધનમાં મોદીજીએ દેશવાસીઓને આપી મોટી ભેટ ગરિબ અનવ મધ્યમ વર્ગને લાભ! જાણો બીજી મહત્વની વાતો.
આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ રાષ્ટ્રને સંબંધોદન કર્યું જેમાં આજે તેમણે બે મહત્વની વાત કરી જે સૌ દેશવાસીઓ માટે લાભદાયક રહેશે. ચાલો ત્યારે જાણીએ કે નરેન્દ્ર મોદીજીએ શું જાહેરાત કરી અને તેના લીધે કોને શું લાભ મળશે તે જાણીશું.
આજરોજ મોદીજીએ દેશવાસીઓને જણાવ્યું કે કંઈ રીતે ભારત સરકારે વેકસીનનેશનને વેગવાન બનાવ્યું તેમજ વિશ્વમાં ભારતની વેકસનીશન ની કામગીરીની પણ વાહ વાહ થઈ રહી છે અને જે રીતે ભારતે ડિજિટલ માધ્યમ થકી એટલે કે કોવિન દ્વારા વેકસનીશનને વેગવાન બનાવ્યું અને અત્યાર સુધીમાં 23 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.તેમજ રાજ્ય સરકાર ને જે 25 % રસિકરણની કામગીરી કરી રહી હતી તે પણ હવે કેન્દ્ર સરકાર કરશે 21 જૂન થી અને દેશના 18 થી 45 વયના લોકોને મુફતમાં રસી આપશે.
જે લોકોને પૈસા ચૂકવીને લેવી હોય તે પ્રાઈવેટમાં લઇ શકે છે. હવે થી કેન્દ્ર સરકાર 75 % રસી રાજ્યો એ આપશે જેથી વેક્સીનેશન કાર્ય ઝડપી બનશે.
મોદીજી જણાવ્યું કે ભારત બીજા વિકસીત દેશો કરતા વધુ આયોજનબંધ રસીકરણ અભિયાન ચલાવ્યું અને રસીકરણ ની શોધ એપ્રિલ 2020 માં શરૂ થઈ અને ભારતે પોતાની બે સ્વદેશી વેક્સીન બનાવી અને હજુ ભારત 7 વકેસીનની ટ્રાયલ કરી રહ્યું છે. ખાસ જે લોકોએ સામાન્ય જનતામાં રસીકરણ નો ભય અને વહેમ પેદા કર્યા એ યોગ્ય નથી માનવતા ધર્મ નિભાવવા આપણે રાજનીતિ કે કોઈ સ્વાર્થ ન જોવો જોઈએ અને આપણે સૌ કોરોના સામે જીતીશું અને ભારત કોરોના ને જરૂર હરાવશે.
મોદીજી એ ગરીબ અને મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે બંને લહેરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અંતગર્ત નવેમ્બર મહિના સુધી એટલે કે દિવાળી સુધી વિના મૂલ્યે અન્ન આપશે. અંતમાં મોદીજી કહ્યું કે હજુ કોરોના ગયો નથી આપણે સૌ સાવચેત રહેવાનું છે અને કોરોના સામે સુરક્ષિત રહેવા નિયમોનું પાલન કરવાનું છે ત્યારે જ આપણે આ જંગ જીતી શકીશું.