આંબાલાલ પટેલ કરી આગાહી કે, આ વર્ષે કેવું ચોમાસું રહેશે…
આ વર્ષે તો ગુજરાતમાં વરસાદ પહેલા તો તાઉ તે આગમન કર્યું ત્યાર પછી કમોસમી વરસાદ ચાલું છે ત્યારે હાલમાં જ સૌરાષ્ટ્રનાં અનેક શહેરોમાં 6 દિવસની આગાહી જાહેર કરેલ છે ત્યારે ચાલો જાણીએ કે આ વર્ષે ચોમાસુ કેવું જશે તે માટે અંબાલાલ પટેલ કેવી આગાહી કરી. ત્યારે આજે આપણે જાણીશું કે આ વર્ષે ગુજરાતનાં ખેડુતનું વર્ષે કેવું રહેશે અને વરસાદ કેવો રહેશે તે જાણીએ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું ગત વર્ષ કરતા વહેલું આવશે. જો આપણે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ વિશે વાત કરીએ તો ચોમાસુ 15 જૂનથી આવી શકે. હવામાન વિભાગે ચાલુ વર્ષે સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ સાથે જ અંબાલાલ પટેલે ચોમાસાને લઈને પણ મહત્વની આગાહી કરી છે.
આ વખતના ચોમાસાની આગાહી કરનાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોમાસુ ખૂબ સારૂ રહેવાની સંભાવના છે. કારણ કે ભૂતકાળમાં બનેલા યોગને સ્થાનિક ભાષામાં રોહિણી નક્ષત્ર કહેવામાં આવે છે. તેથી, વરસાદ નિયમિત રહેશે તેવી અપેક્ષા છે. આટલું જ નહીં, અંબાલાલ પટેલે વધુમાં માહિતી આપી હતી.
ગુજરાતના કેટલાક ભાગોમાં 98 થી 10ટકા અને કેટલાક ભાગોમાં 100 ટકા વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાત અને નજીકના વિસ્તારોમાં 106 ટકા વરસાદની સંભાવના છે. તેથી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ખેડૂત માટે લાભદાયક કારણ કે વરસાદ સારો થશે તેમજ ચોમાસાની સીઝનના અંત સુધી સારો વરસાદ રહેશે, તેથી રવિનો પાક પણ સારો થાય તેવી સંભાવના છે.