Viral video

અમદાવાદ મા થયેલ અકસ્માત મામલે મોગલ બાપુ આકરા પાણી એ ! કિધુ એ “એનો બાપ આવે તો એને પણ…જુઓ વિડીઓ

અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માના કારણે 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે, આ તમામ નિર્દોષ વ્યક્તિનો જીવ તથ્ય પટેલની એક ભૂલના કારણે થઈ છે. હાલમાં તો આ બનાવના પગેલે તથ્યની ધરપકડ કરવામાં આવી જ છે પરંતુ હવે આ બનાવ ફરી કોઈ યુવાન દ્વારા ન બને તે માટે ખાસ કડક કાયદા બનવા જોઈએ. ખાસ કરીને યુવાનોને પણ માતા પિતાએ બંધનમાં રાખવા જોઇએ. આ બનાવ અંગે મોગલ ધામ કબરાઉના મહંત શ્રી મરણીધર બાપુએએ આકારા પાણીએ એવી વાતો કહી છે કે, જે ખરેખર સો ટકા સાચી વાત છે.

જ્યારે પણ આવી કોઈપણ પ્રકારની દુર્ઘટના કે દુઃખદ બનાવ બને છે, ત્યારે મરણીધર બાપુએ હંમેશા સત્ય અને પ્રેરણાદાયી અને સમાજને ઉપયોગી નીવડે તેવી વાત કહેતા હોય છે. હાલમાં જ્યારે તથ્ય પટેલના બનાવની ચર્ચાઓ ચારોતરફ થઈ રહી છે, એવા સમયમાં મરણીધર બાપુએ કબરાઉ ધામથી ખૂબ જ દુઃખ લાગણી સાથે મૃતકોની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પોતાની ભાવના વ્યક્ત કરેલ તેમજ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે.

સૌથી ખાસ વાત એ છે કે, મરણીધર બાપુએ પંદર મિનિટ સુધી આ ઘટના પર પોતાના મંતવ્ય રજૂ કરેલ છે, આ તમામ વાતો તમે આ બ્લોગ સાથે આપેલ વિડીયો દ્વારા મરણીધર બાપુના સ્વમુખે જ સાંભળી શકો છો પરંતુ અમે આપને સંક્ષિપ્તમાં આ વાત અંગે જણાવીએ કે આખરે મરણીધર બાપુએ શું નિવેદન આપ્યું છે. ખરેખર તથ્ય પટેલના લીધે અનેક ઘરમાં આજે હૈયાકાંપ રુદન ગુંજી ઉઠ્યું છે.

મરણીધર બાપુએ ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને એક આદેશ કર્યો છે, એવો કાયદો બનાવોને કે દરેક ગામ શહેર અને ચોકડી હોય ત્યાં બે પોલીસ જવાનો અને લેડીઝ ઓફિસરને રાખો અને કોઈપણની ગાડી આવે તો તેને તપાસો અને જો લાયન્સ ન હોય તો તાત્કાલિક જ એને જેલ હવાલે કરો અને જો એનો બાપ આવે તો તેને પણ જેલ ભેગો કરો. મારી ગાડી હોય તો એને પણ રોકી લેવી પણ આવો કડક કાયદો જરૂર ઘડાવો જોઈએ જેથી ફરી આવી રીતે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય.

બાપુએ માતા પિતાને પણ ટકોર કરી છે કે આજે 12 થી 17 વરસના છોકરાઓ ગાડી લઈને નીકળી જાય છે તો માતા પિતાએ પોતાના સંતાનોને ટકોર રાખવી જોઇએ કે વાહન ધીમેં હાકવી જોઇએ અને બાળકોમાં સંસ્કાર આપવા જરૂરી છે. મરણીધર બાપુએ જે પણ વાતો કરી છે તમે તે નીચે આપેલ વિડીયો દ્વારા સાંભળી શકો છો કે વિગતવાર આખરે મરણીધર બાપુએ શું કહ્યું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!