ગુજરાતનાં આ શહેરોમાં 29 થી 30 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી! આ કારણે ફરી અતિ વરસાદ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ મેઘરાજા એ સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસાવીને ખરેખર સૌરાષ્ટ્ર અનેક શહેરોમાં આફત પણ આવી ગઈ હતી. એ વાત થી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ. ત્યારે હાલમાં જ ફરી એકવાર માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી નાં એંધાણ સામે આવ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આપેલ સૂચના મુજબ.

  ક્યાંક્યાં જિલ્લામાં કેટલો વરસાદ થશે તે અમે આપને જણાવીશું. ખરેખર આ એક તરફ ચોમાસુ જ્યારે વિદાઈ લેવાની તૈયારિઓમા છે,  ત્યારે ફરી એકવાર વરસાદ આવી રહ્યો છે.ચોમાસુ અંત થવા આવેલ છતાં વરસાદ વરસ્યો નહિ પરંતુ સપ્ટેમ્બરમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે, ત્યારે ગુજરાતમાં રાજ્યમાં 19 ટકા વરસાદની હજુ ઘટ છે, ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં 29 અને 30 સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

સૂત્રો દ્વારા જાણવા મુજબઅરબ સાગરના ઉત્તરમાં સર્જાયેલા લો પ્રેશરના પરિણામે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બની રહ્યો છે.  ત્યારે રાજ્યના અનેક શહેરોમાં વરસાદ થશે જેમાંડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 28 થી 30 સુધીમાં વરસાદ આવશે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં મેઘમહેર થઈ છે,રાજ્યમાં સીઝનનો અત્યારસુધીમાં 27 ઈંચ સાથે 81.91 ટકા વરસાદ થયો છે, જ્યારે ચોમાસાની સીઝન પૂરી થવામાં હોવાથી હજી રાજ્યનાં 17 તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ થયો છે. ત્યારે હવે ચોમાસુ વિદાઈના આરે છે, ત્યારે ફરી એકવાર ધમાકેદાર વરસાદ થી સૌ કોઈ રાજી છે. જે 19 % વરસાદની ઘટ છે તે પુરી થશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *