Entertainment

7 વર્ષ પેલા ગુમ થયેલ યુવકે વેક્સિન લીધી અને આ કારણે પોલીસની મદદ થી મા ને પોતાનો દીકરો પાછો મળ્યો…કર્યું આવું સ્વાગત

આ જગતમાં એક વાત કહેવાય છે કે, ખોવાયેલા પાછા મળી શકે પરતું છોડીને ચાલ્યા ગયેલા વ્યક્તિઓ ની પાછા આવવી આશા નકામી હોય છે. આ તો બધો ઉપર વાળાનો ખેલ છે,તે ધારે તો ગયા જન્મ નાં વ્યક્તિને આ ભવમાં પાછો મેળવી શકે છે તો 5 કે 10 વર્ષ પહેલાં વિખુટા ને પાછા મળાવવા એના માટે ક્યાં મોટી વાત છે. ખરેખર આ ઘટના સાચી છે. હાલમાં જ એક પરિવારને પોતાનો દીકરો પાછો મળ્યો.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, માંગરોળના શેરીયાઝ ગામે રહેતો યુવક.

સુરેન્દ્રનગરની જે.યુ.શાહ કોલેજ માં MBBSમાં અભ્યાસ કરતો હતો અને 2014માં અચનાક ગુમ થયો હતો ત્યારે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને તેને શોધવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા પણ મોહિતની કોઈ ભાળ મળી ના હતી. મા પોતાના દીકરાનું મુખડું જોવા તરસી રહી હતી. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ છે, જ્યારે આ મા એ 7 વર્ષ પછી એ દીકરાનું મુખ જોયું ત્યારે એનો હરખ નો પર નહિ હોય.

યુવાન છેલા 7 વર્ષ થી ગુમ થયો હતો ત્યારે ગઈ કાલે ગુમ થયેલ યુવાન જુનાગઢ પોલીસની મદદથી મુબઈના થાણા વિસ્તારમાંથી મળી આવ્યો.જુનાગઢ જિલાના માંગરોળ તાલુકાના શેરીયાઝ ગામનો મોહિત  ત્યારે માંગરોળના DYSP જે.ડી પુરોહિત અને S.P. રવિ તેજા વાસમશેટ્ટી ની મદદથી મોહિત મળી આવ્યો છે. કોરોના કાળ દરમિયાન મોહિતના આધાર કાર્ડ પર વેક્સીન લેવામાં આવ્યું છે તેવી માહિતી મળી હતી, જેના આધારે એક ફોન નંબર મળ્યો હતો ત્યાર બાદ તમામ બેંકમાં તપાસ કરતા મુંબઈના થાણાની બેંકમાં આ નબર પરથી બેંક વ્યવહાર થાય છે તેવી માહિતી સામે આવી હતી. જેના આધારે મોહિતનું ફેમેલી મુંબઈ પહોચ્યું હતું પણ મોહિતની ભાળ મળતી નહોતી.

જુનાગઢ એસ.પી.એ મુંબઈ પોલીસનો સહારો લીધો અને વિસ્તાર પણ મુસ્લિમ હતો એટલે ખુબ મહેનત બાદ મોહિતનો પતો લાગ્યો. પોલીસે મકવાણા પરિવારનું પુત્ર મિલન કરાવ્યું છે. હાલ મોહિતની કોઈ પૂછપરછ કરવામાં આવી નથી અને મુંબઈમાં મુસ્લીમ દંપતી પણ તેને ખુબ સારી રીતે સાચવતું હોવાનું સામે આવ્યું છે , તે શું કામ ભાગી ગયો હતો તે કાંઈ પણ પૂછવામાં આવ્યું નથી. હાલમાં પરિવારમાં દીકરાનું ખૂબ જ હર્ષ ઉલલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!