અંબાલાલ પટેલે ફરી કરી વરસાદ ની આગાહી! આ વખતે કીધું કે..
ખરેખર કુદરત ગુજરાતની ધરામાં મહેર થયો છે! જાણે આભ ફાટી પડ્યું એમ જ સમજોને ને!છેલ્લા 2 દિવસ થી સૌરાષ્ટ્ર પંથકમાં મુશળધાર વરસાદ વસર્યો છે જેમાં જામનગર શહેરમાં તો પુરની પરિસ્થિતિઓ સર્જાઈ છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે અને તમે ચોંકી જશો કે આજે જ આંબાલાલ પટેલ મહત્વની આગાહી કરી છે અને કહ્યું છે કે, ભારે વરસાદ થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ કે આખરે આંબાલાલ પટેલ શું મહત્વની વાત કરી છે.
ભાદરવા મહીનના શરૂઆતના દિવસોમાં જ જુનાગઢ, જામનગર અને રાજકોટ અનરાધાર વરસાદથી વરસ્યો છે, ત્યારે હાલમાં પણ હજુ આગામી સમયમાં વરસાદ થવાની શક્યતા છે. ત્યારે 98 ટકા વરસાદ વરસાવવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમને જણાવ્યુ છે કે,આગામી તારીખ 15,17 અને 22ના રોજ ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં સારો વરસાદ થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
હાલમાં વરસાદ થવાથી સમર્ગ પંથકમાં ખુશીઓનો મહાઓલ સર્જાયો છે પરંતુ આગામી સમયમાંઆ વર્ષે ભાદરવો વરસાદથી ભરપૂર રહેવાની વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદમાં રવી પાકો સારા થવાની શક્યતા છે. એમાં ભાલ જેવા ભાગમાં અથવા બિન પિયત ભાગોમાં ચણા અને બીનપિયત ઘઉં સારો થશે. તેલીબિયા પાકોમાં રાયડો સારો થશે. ત્યારબાદ 25 ઓક્ટોબમાં જો વરસાદ થતાં કપાસની રૂનો બાફ બગડશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્ર વિસ્તારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરનું વહન સક્રિય થતું ન હતું, હવાનું દબાણ આ પહેલા નહોતા પરંતુ હવે સક્રિયતા વધી છે.આ વરસાદથી તાપી નદીના જડ સ્ત્રોત અને નર્મદાની સપાટી વધશે. ઉત્તરા ફાલ્ગુનીમાં વાવેતર કરવું સારું ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જે વરસાદ આવશ
તા 13 સપ્ટેમ્બર આસપાસ થશે. ઓક્ટોબર પછી જો વરસાદ થાય છે તેને સ્વાતિ કહેવાય છે. હજુ પણ આગામી સમયમાં એટલે કે,15 અને 17થી 22માં સારા વરસાદની શક્યતાજેમાં અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મધ્ય ગુજરાત, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, સિદ્વપુર, પાલનપુરના ભાગોમાં તારીખ 15 અને 17થી 22માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.
સિસ્ટમ મજબૂત બનતા ભારતના મધ્ય ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત કચ્છના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડ વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. હાલમાં જ્યાં દરિયા વિસ્તારમો આલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.ત્યારે આ પરિસ્થિતિમાં સાવચેતી ખૂબ જ જરૂરી છે.