Entertainment

ગંભીર અકસ્માત મા પતિ પત્ની નુ એક સાથે મૃત્યુ થયુ ! એક મહિના પહેલા જ લગ્ન થયેલા…

રોજિંદા રોડ અકસ્તમાતનાં બનાવ સામે આવે છે, ત્યારે હાલમાં જ એક નવદંપતિ નું આ ઘટનામાં મુત્યુ નિપજતા પરિવાર જનોમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. આ સમગ્ર ઘટના કંઈ રીતે બની તેની આપણે વિસ્તુત જાણકારી મેળવીએ પરતું એ પહેલાં આપણે ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે, ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મોડાસા રોડ પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં કાર લોચો વળી ગઇ હતી અને કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે નિધન થયેલું. આ દંપતી નવયુગલ હતું. જેઓ મૂળ વીરપુરના હાંડીયા ગામના હતા અને બંને નવયુગલો માતાજી નાં દર્શન કરીને આવી રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલી ટ્રક ધડકાભેર અથડાઈ હતી. ઘટનાની જાણ થતા જ કપડવંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જેઓએ ગાડીમાંથી દંપતીના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

કપડવંજ-મોડાસા રોડ પરના અકસ્માતમાં મૃત્યુ પામેલા હસમુખભાઈ બારોટ અને તેમના પત્નિ શ્રેષ્ઠાબેન બંને મહિસાગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટના ભાઈ અને ભાભી હતા જેથી ઘટનાની જાણ થતાં જ ભાજપ નેતા ગણો તાત્કાલિક પોહચી ગયા હતા પરંતુ બંને નવયુગલો એ પોતાના અંતિમ શ્વાસ છોડી દીધા હતા.

ખાસ વાત તો એ છે કે, અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઈ ગયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કપડવંજ મોડાસા રોડ પર વડાલી પાટીયા નજીક આજે બપોરે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકમાં ઘૂસી ગયેલ કારનો ભુક્કો બોલી ગયો હતો. કુદરતનો કેવો કહેર કે, હજુ તો 1 મહિના પહેલા બંનેનાં લગ્ન થયા હતા અને ત્યાં જ અકાળે અધટીત ઘટના બનતા નિધન થયેલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!