મોરબીની દુર્ઘટનાએ ઘા તક્ષશિલા ના ઘા તાજા કર્યા! ભોગ બનનાર પરિવારો ની હાલત આજે પણ દયનીય અને એમા પણ અનેક બાળકો નો જીવ બચાવનાર

 

 

મોરબીની દુર્ઘટના ઇતિહાસના પન્ને એવી રીતે અંકિત થઈ જશે કે, આવનાર પેઢી જ્યારે આ ઘટના અંગે વાંચશે ત્યારે તેમની આંખોમાંથી આંસુઓ વહી જશે. આપણે જાણીએ છે કે, મચ્છુ નદીએ પોતાના નીર જેટલા નથી વ્હાવ્યાં એટલે તો તેને મોરબીવાસીઓની આંખોમાંથી આંસુઓ વ્હાવ્યાં છે. આ દુર્ઘટનામાં અનેક લોકોએ માનવતા ધર્મ નિભાવ્યો છે પરંતુ હુસેન પઠાણ આ ઘટનાનો ફરિશ્તા બની ગયો છે. હુસેન પઠાણે તો કહ્યું કે તેને માત્ર ઈસાનિયત ખાતર કર્યું તેને કોઇ સન્નમાન નથી જોઈતું.

મોરબીની ઘટનામાં દેવદૂત બનેલ હુસેન સુરતના જતીનની યાદ આપાવે છે. જે રીતે હુસેનએ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને બચાવ્યા એવી જ રીતે જતીને તક્ષશિલા અગ્નિકાંડમાં અનેક બાળકોની જિંદગી બચાવી હતી. હાલમાં જ જતીન વિશે એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી છે. ચાલો અમે આપને જણાવીએ કે, આજે જતીનની હાલત કેવી છે. આ જાણીને તમારા મનમાં અનેક સવાલો ઉદ્દભવશે.

તક્ષશિલા અગ્નિકાંડમાં જતિન નાકરાણીએ વિદ્યાર્થીઓનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર જતીન નાકરાણીને આજે એ પણ યાદ નથી કે દિવસે શું થયું હતું. બાળકોનો જીવ બચાવીને છેલ્લી ઘડીએ આગ કાબૂ બહાર જણાતા તેમણે જતીને જીવ બચાવવા બિલ્ડિંગમાંથી કૂદી પડ્યો અને ગંભીર રીતે ઘાયલ થતા જ જતીન યાદશક્તિ ગૂમાવી બેઠા છે અને 3 : 30 વર્ષેથી તેમના માતા પિતા જતીનની સેવા કરે છે.

હાલમાં જ્યારે મોરબીના મૃતકોનાં પરિવારજનોને સહાય મળી છે, ત્યારે જતીનાના પિતાએ અંતરભાવેથી પોતાના દીકરાનું દુઃખ વ્યકત કરતા મીડિયા સમક્ષ કહ્યું કે, મૃતકોને વળતર પણ મળ્યા પરંતુ મારો દીકરો બાળકોને બચાવતા દિવ્યાંગ થયો તેમ છતાં કંઈ નહી અને તેની સારવારમાં અમારી સ્થિતિ ખૂબ કથળી ગઈ છે. આ તો જેના પરિવારમાં વિતે એ જ જાણી શકે કે, આ આઘાત કેવો હોય છે.

જતીનની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તે માત્ર શારીરિક સ્વરૂપે જ અમારી સાથે છે. અમારો પરિવાર બરબાદ થઈ ગયો છે અને ઘરમાં આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે કારણ કે દીકરો એક જ કમાવનાર હતો અને આજે એની હાલત એવી છે. હવે તમે જ કહો સરકારે આ પરિવારની પરિસ્થિતિ સામે જેવું જોઈએ કે નહીં? જતીને પોતાની માનવતા દેખાળી પરંતુ સરકાર ક્યારે દેખાળશે ? જે રીતે જતીનની હાલત ખૂબ જ દયનિય છે એવી જ રીતે ઠુંમર પરિવારે પોતાનો એકનો એક દીકરો તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવ્યો છે. આરોપીઓને યોગ્ય સજા નથી મળી અને લોકો ભૂલી ગયા છે પરંતુ પરિવારને સતત આ દુર્ઘટના યાદ છે. પોતાનું ખોટનું સંતાન આજે પણ ગૂમાવ્યાનો વસવસો પરિવારને છે.

અંશન પિતા મનસુખ ઠુમ્મરએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે,
મારો દીકરો 11મા ધોરણમાં ભણતો હતો અને દુબઈમાં ઓફીસ શરૂ કરવાનું સપનું હતું અને તે હંમેશા કહેતો કે, પપ્પા તમે ખૂબ મહેનત કરી છે અને લોકોની ગુલામી કરી છે. હવે મારે તમને ગુલામી કરવા દેવી નથી. હું તમને હોન્ડા સિટી કારમાં ફેરવીને જ રહીશ. લગ્નના 17 વર્ષ બાદ બે દીકરીઓના જન્મ બાદ અંશનો જન્મ થયો હતો અને વિધિના વિધાન પણ ખરેખર કંઈક અલગ જ હોય છે 17 વર્ષ એ આપેલો દીકરો ભગવાને 17 વર્ષ બાદ પરત લઈ લીધો.

અંશન પિતાએ મનસુખભાઈએ કહ્યું કે, હું પોતે ભાજપનો 35 વર્ષથી કાર્યકર્તા છું. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે, મુખ્યમંત્રી હોસ્પિટલના પટાંગણમાં તમામ લોકોની વચ્ચે કહ્યું હતું કે, કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં અને અત્યારે આ જ પ્રકારના નિવેદનો જે છે તે રાજકીય નેતાઓ મોરબીમાં આપી રહ્યા છે. આ ભ્રષ્ટાચારી તંત્રને કારણે સુરતના 22 જેટલા ભૂલકાઓ ભીંજાઈ ગયા પરંતુ ન્યાય મળ્યો નથી. જે પ્રકારની મોરબીની ઘટના જોઈ રહું છું ત્યારે મને આશંકા છે કે, તક્ષશિલા કાળની જેમ જ ભોગ બનનાર પરિવારે ન્યાય માટે ખૂબ રાહ જોવી પડશે.

આવનાર દિવસોમાં ચૂંટણી છે તેને કારણે કદાચ ભોગ બનનારાઓને ન્યાય મળે એવી થોડીઘણી શક્યતાઓ તો છે. પરંતુ જો એકવાર ચૂંટણી પતી જશે તો મને નથી લાગતું કે, ભોગ બનનાર પરિવારને ન્યાય મળશે. મારો એકનો એક દીકરો મેં ગુમાવ્યો છે. બે દીકરીઓ પૈકી એક દીકરીના લગ્ન કરી નાખ્યા છે, હજી એક દીકરીને આવતા મહિને લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે અમારું મકાન વેચી નાખ્યું છે અને અમે ભાડેથી રહેવા આવી ગયા છે. એ મકાનના જે પૈસા આવ્યા છે તેમાંથી દીકરીનું લગ્ન તો કરી નાખીશું. પરંતુ અમારો આર્થિક સહારો છીનવાઈ ગયા બાદ હવે વૃદ્ધાવસ્થામાં અમારું ભરણપોષણ કેવી રીતે થશે. તેને લઈને ખૂબ ડર લાગી રહ્યો છે. કોઈ રાજકીય નેતા હાલ પૂછવા અહીં આવ્યો નથી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *