Gujarat

સુરતના મા આ જગ્યા પર સ્પાની આડ મા ચાલતો દેહ વ્યાપારનો ગોરખધંધો, 9 મહિલા સહીત 13ની ધરપકડ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેરમાં અવારનવાર સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવે છે. હાલમાં જ સુરતમાં ફરી એકવાર આવું જ સ્પા ઝડપી પાડ્યું હતું. આ ઘટના અંગે અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીએ કે, આખરે આ સ્પા ક્યા આવેલું છે અને આ કાંડ સાથે કોણ કોણ જોડાયેલું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના વેસુ વિસ્તાર આવેલ લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પા પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસીંગ સેલ બાતમીને આધારે રેડ કરી હતી અને ઘટના સ્થળે પહોંચતા જ દેહ વ્યાપારનો પર્દાફાશ થયો હતો.પોલીસે 9 મહિલાઓ અને 4 પુરુષો મળી કુલ 13ની ધરપકડ કરીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસિંગ સેલની ટીમે વેસુના આભવા વિસ્તારમાંથી ગેરકાયદેસર દેહ વ્યાપાર કરતાં નેટવર્કને ઝડપી પાડ્યું છે

સુરત મિસિંગ સેલને બાતમી મળી હતી કે, આભવા વિસ્તારમાં આવેલ વેસ્ટ ફીલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ દુકાન નંબર 4માં લકી ફેમિલી સ્પા અને દુકાન નંબર 1માં ફીલ ફેમિલી સ્પાના માલિક દ્વારા સ્પાનું લાયસન્સ મેળવીને તેમાં દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. પોલીસે સ્પાની આડમાં ચલાવવામાં આવતા દેહ વ્યાપારના બે મહિલા સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ત્યાં કામ કરતી સાત મહિલા અને ચાર ગ્રાહક મળી કુલ 13 શખ્સને રેડ કરી રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે ફીલ ફેમિલી સ્પાના સંચાલક શરૂતીદેવી ઉર્ફે મુસ્કાન ચૌધરી અને લકી સ્પાના માલિક મીના રાજપૂતને ઝડપી પાડી છે. જ્યારે ફિલ ફેમિલી સ્પાના અન્ય એક સંચાલક અંકિતસિંહ રાજપુતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે તમામની ધરપકડ કર્યા બાદ તમામ મુદ્દામાલ કબ્જે કર્યા બાદ પકડાયેલ આરોપીઓ તેમજ ઝડપી પાડેલ 9 મહિલાઓને વધુ પૂછપરછ માટે વેસુ પોલીસ મથકને સોંપી છે. આ ઘટના તમામ યુવાનો માટે પણ ચેતવણી રૂપ સમાન છે કે, કોઈપણ સ્પામાં જતા પહેલા માહિતી મેળવવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!