Gujarat

પરીવાર મા ત્રીજી દિકરી નો જન્મ થતા જ પરીવારે એવુ કામ કર્યુ કે ચારે કોર વાહ વાહ થઈ ગઈ

આજે પણ એવા અનેક કિસ્સા ઓ સામે આવે છે જેમાં દિકરી ને બોજ ગણી ને પેટ મા જ આંખ મિચાવી દેવામા આવે છે અને આ દુનિયા મા આવતા રોકવામાં આવે છે. પરંતુ ઘણા એવા પરીવારો પણ છે જે દિકરી અને દિકરા ને સરખો દરજ્જો આપે છે. આવો જ એક પરીવાર છે જેના ઘરે ત્રીજી દિકરી નો જન્મ થતા પિતા એટલા ખુશ થયા કે મોટુ પુણ્યનું કામ કર્યું છે. 

મોરબી ના થાનગઢ મા રહેતા અને કારખાનુ ચલાવતા નીતિનભાઈ સુંદરજીભાઈ મૈજડિયાને ત્યા પહેલે થી જ બે દિકરો હતી અને ત્રીજી દિકરી નો જન્મ થતા આ પરીવાર મા ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે પરીવારે આ ખુશી ની ઊજવણી કરવા માટે એવુ કામ કર્યુ કે ચારે કોર પરીવાર ની પણ વાહ વાહી થઈ રહી છે. દિકરી ના હરખભેર વધામણા તો કર્યા જ પણ સાથે તેમણે હડમતીયાના નકલંક ધામના ભૂમિદાન પેટે રૂ.2,22,222 નું અનુદાન આપ્યું છે. 

નીતિનભાઈને દિકરીઓ ખુબ વ્હાલી છે અને જન્માષ્ટમી ના દિવસે જ ત્રીજી દિકરી નો જન્મ થયો હતો. અને ઈશ્વરનો આર્શીવાદ ગણીને આવકારી હતી. એટલુ જ નહિ, તેમની આ ખુશીમાં તેમના પરિવારજનો પણ સામેલ થયા હતા. અનુદાન આપવામાં તેમના મિત્રો દ્વારા પણ મદદ આપવામાં આવી હતી.  

આજ ના સમય મા પણ અનેક લોકો દિકરી નો જન્મ થતા ધિક્કારે છે. ત્યારે નીતિનભાઈએ લોકો એક ઉત્તમ ઉદાહરણ પુર પાડયું છે અને એ સાબીત કર્યુ છે કે દિકરી અને દિકરો એક સમાન જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!