Gujarat

જાપાનમાં પેરાલિમ્પિક્સમાં તમામ સ્પર્ધકો-ખેલાડીઓ અને સહાયકોને મોરારિબાપુ તરફથી આટલા લાખ

આપણે સૌ કોઈ જાણીએ છે કે. હાલમાં પેરાઓલમ્પિક ચાલી રહી છે,ત્યારે આ તમામ સ્પર્ધકો ખુબ જ સારું પ્રદર્શન કર્યું ,ત્યારે આ તમામ ખેલાડીઓને સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. ત્યારે ગઈ કાલે જ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ એજાપાનમાં ચાલી રહેલા પેરાલિમ્પિક્સમાં ભાગ લઇ રહેલાતમામ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે ખાસ ભેટ આપવાની જાહેરાત કરી હતી.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ પહેલા પણ બાપુ એ અનેક વખત સેવા કાર્યરત અર્થે તૈયાર જ રહે છે, ત્યારે પૂ.મોરારિબાપુ દ્વારા રૂ.21 લાખની પ્રોત્સાહક રકમની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તમને જાણીને આશ્ર્ચર્ય થશે કેઓલિમ્પિકની રમતો પૂરી થયા બાદ જાપાનમાં પેરાલિમ્પિક્સ ખેલ મહોત્સવ ચાલે છે, જેમાં ભારતમાંથી 54 સ્પર્ધક અને 50 અન્ય વ્યક્તિ, જેમાં વિવિધ રમતો માટેના કોચ, મેનેજર અને અન્ય સહાયક વ્યક્તિઓ થઈ કુલ 104 લોકો ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

આ સ્પર્ધાનાં કુલ 54 સ્પર્ધકને મોરારિબાપુ તરફથી પ્રત્યેકને રૂપિયા 25 હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેની કુલ રકમ 13 લાખ 50 હજાર થાય છે. એ જ પ્રમાણે આ સ્પર્ધકોના કોચ, મેનેજર અને અન્ય સહયોગીઓ કે જેની કુલ સંખ્યા 50 જેટલી છે તેમને પ્રત્યેકને રૂપિયા 15 હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે જેની કુલ રકમ 7 લાખ 50 હજાર થાય છે. ખેલાડીઓ અને તેના સહયોગીઓને અપાનારા પ્રોત્સાહનની કુલ રાશી રૂ.21 લાખ થાય છે.

ખરેખર આ ખૂબ જ સરહાનીય વાત છે, ત્યારે આ પહેલા પણ મોરારી બાપુ અનેક વખત સેવા કાર્ય માટે અનેક એવા કાર્યો કરેલ છે, જેના થકી અનેક લોકોને લાભ મળ્યા છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ઓલિમ્પિક ખેલ સમિતિ પાસેથી તમામ સ્પર્ધકો અને સહયોગીઓના બેન્કની વિગતો મેળવી આ રકમ જે તે વ્યક્તિના બેંક ખાતામાં તબદિલ કરવામાં આવશે.

આ પહેલા પણ જાપાનમા જે મૂળ ઓલિમ્પિક રમતોત્સવ પૂરો થયો તેમાં ભાગ લીધેલા તમામ સ્પર્ધકો, સહયોગીઓને પૂ.મોરારિબાપુ દ્વારા રૂ.57 લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર પરમ પૂજ્ય મોરારી બાપુ તમામ સ્પર્ધકો મને ખાસ આ ભેટ આપી છે. ખરેખર તમામ દિવ્યાંગ ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ભારતનું નામ રોશન કર્યું છે. તેમજ મોરારી બાપુ તમામ ખેલાડીઓને જે પ્રોત્સાહન આપી રહ્યા એ ખરેખર ધન્ય પળ છે. વંદન છે મોરારી બાપુના આ ભગીરથ કાર્ય બદલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!