Gujarat

માની અધૂરી ઇચ્છાને પૂર્ણ કરી દિકરાએ! હેલિકોપ્ટરમાં બેસાડીને શહેરની સફર કરાવી..લોકો કળિયુગનો શ્રવણ કહી રહ્યા છે.

આ જગતમાં સૌ મા ને પોતાના દિકરા પાસે આશા હોય છે કે તેમનું સંતાન તેમના સ્વપ્ન ને પૂર્ણ કરે. આજે આપણે એક એવા યુવાન વિશે જાણીશું જેને તેની માનું એક અધુરું સ્વપ્ન પૂરું કર્યું અને એ સ્વપ્ન પૂર્ણ કરવું અશક્ય હતું છતાં પણ તેને આ કાર્ય કરી બતાવ્યુ. આજના સમયમાં જ્યારે યુવાનો તેમના માતા પિતા ને તરછોડી રહ્યા છે, ત્યારે સમાજમાં એવા પણ યુવાનો છે જે, આજે સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે.

હાલમાં આ કિસ્સો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઉલ્હાસનગરમાં પોતાની માની ઈચ્છા પૂરી કરાવતા તેને હેલિકોપ્ટરમાં બેસાડી સમગ્ર શહેરની સફર કરાવી.આ યુવાન ને સૌ કોઈ કલિયુગ નો શ્રવણ કહી રહ્યા છે. આજમાં સમયમાં આવું ખૂબ જ ઓછું જોવા મળે છે.

હાલમાં જ યુવાની માતા 50મો જન્મદિવસ હતો અને દીકરા એ નક્કી કર્યું હતું કે,  માની ઈચ્છા પૂરી કરવી જ છે એટલે યુવાને  હેલિકોપ્ટર રાઈડની સરપ્રાઈઝ  આપી હતી માતાને સિદ્ધિવિનાયક લઈ જવાના બહાને સીધા જ એરબેઝ પહોંચ્યાં હતાં અને હેલિકોપ્ટર દેખાડીને સરપ્રાઈઝ આપ્યું. આ જોઈને મા ની આંખમાં આંસુઓ આવી ગયા હતા. કહેવાય છે ને જગતમાં મા થી મોટું કોઈ નથી. સ્વંય ભગવાન માનો પ્રેમ માણવા તેના કુખે માણસ થઈને જન્મ લીધો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે તેઓ મૂળ સોલાપુર જિલ્લાના બાર્શીની રહેવાસી  છે અને યુવાન ની માતા લગ્ન બાદ તે પતિ સાથે ઉલ્હાસનગર શિફ્ટ  થાય હતા. અને તેમના  3 બાળક છે અને તેમાં પ્રદીપ સૌથી મોટો છે. પ્રદીપ જ્યારે ધોરણ-7માં અભ્યાસ કરતો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. મા અથાગ મહેનત થકી સંતાન ઉંછેર કર્યો હતો અને આજે દીકરો પ્રદીપ આજે એક કન્સ્ટ્રક્શન કંપનીમાં મોટા પદ પર છે.

પ્રદીપે કહ્યું હતું કે તે જ્યારે ધોરણ-12માં અભ્યાસ કરતો હતો તો તેના ઘરની ઉપર એક હેલિકોપ્ટર ઊડી રહ્યું હતું. માતાએ એને જોઈને પૂછ્યું કે શું આપણે પણ ક્યારેક એમાં બેસી શકીશું. એ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે એક દિવસ માતાને હેલિકોપ્ટરની સફર ચોક્કસ કરાવીશ અને આખરે યુવાનનાં પોતાની માની આખરી  ઈચ્છા પૂર્ણ કરીને જ બતાવી! ખરેખર આવો દીકરો સૌ માને મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!