Gujarat

ધર્મનો ભેદભાવ ભૂલી આ મુસ્લિમ મહિલાએ મોરબીના મૃતકો માટે કરી અનોખી સેવા ! 14 કલાંક પાણી પીધા વગર જ 136 મૃતદેહ

આપણે જાણીએ છે કે, મોરબી ઝૂલતા પુલમાં અનેક જીવો હોમાઈ ગયા છે. આજે અનેક લોકો નિરાધાર થઇ ગયા છે. જે લોકોએ જીવ ગુમાવ્યા છે, તમામ મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આવા કપરા સમયમાં અનેક લોકો માનવ સેવા કરવા માટે આવ્યા હતા જેમાં એક મુસ્લિમ મહિલા પણ સામેલ છે. કોઈપણ સ્વાર્થ વિના મુસ્લિમ બહેન એવી કામગીરી કરી બતાવી જે સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. આ પ્રેરણાદાયી ઘટના વિષે વિગતવાર માહિતી અમે આપને જણાવીએ.

આપણે જાણીએ છે કે અનેક આ ઘટનામાં અનેક લોકોએ જીવો ગુમાવ્યા છે. જે લોકોની મૃતદેહ આવ્યા ત્યારે તેની ઓળખ ના થઇ હોવાથી પરિવારના સભ્યો લેવા આવ્યા નહોતા ત્યારે મોરબીની એક મુસ્લિમ મહિલા 136 મૃતદેહનો પરિવાર બની અને તમામ બોડીને એમ્બ્યુલન્સમાંથી હોસ્પિટલમાં લઈ ગઈ અને તમામ કાર્યવાહી પુરી કરાવી મૃતદેહને પરિવાર સુધી પહોંચાડ્યા હતા.

આ મુસ્લિમ મહિલા વિષે જાણીએ તો, ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં હસીના લાડકાસેવા આપે છે. હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને તેની પાસે પૈસા કે અન્ય વ્યવસ્થા ના હોય ત્યારે હસીનાબેન તમામ વ્યવસ્થા વિના મૂલ્યે પુરી પાડે છે. રવિવારની સાંજે પુલ તૂટવાના સમાચાર મળતા જ હસીનાબેન સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા.સિવિલ પહોંચીને દર્દી કે મૃતદેહ આવે તે અગાઉ જ સ્ટ્રેચર તથા ક્યાં વૉર્ડમાં લઈ જવા તે માહિતી ભેગી કરીને તૈયારી કરી રાખી હતી.મૃતદેહની ઓળખ કરાવવાની તથા ફોર્મ ભરવા અને પંચનામું કરવાની તમામ વિધિ ઉભા રહીને જ કરી. સિવિલમાં એક બાદ એક મૃતદેહ આવતા જ રહેતા હતા.

હસીનાબેને 136 મૃતદેહને એમ્બ્યુલસમાંથી બહાર કાઢી મોઢા પર આવેલ લોહી તથા શરીર વ્યવસ્થિત સાફ કરતા હતા.પરિવારનાં સાંત્વના આપીને મૃતદેહની કાર્યવાહી પતાવીને પરત પરિવારને સોંપવા સુધી પરિવારની સાથે રહયા હતા.હસીનાબેને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ધર્મ ભલે અલગ હોય પરંતુ ભગવાન બધા એક જ છે.મેં 136 મૃતદેહની વ્યવસ્થા કરી જેમાં હિન્દૂ પણ હતા અને મુસ્લિમ પણ હતા પરંતુ હું મારી ફરજ ના ચુકી. મારે નમાજ માટે જવું હતું પરંતુ ઘરે ના ગઈ અને હોસ્પિટલમાં જ દુવા કરીને પાછી કામે લાગી ગઈ હતી.

ખાસ વાત એ છે કે, અનેક મૃતદેહ ખરાબ થઈ ચૂક્યો હોય તો તેમનો પરિવાર નજીક પણ નહોતા જતા ત્યારે હસીનાબેન પોતાના પરિવારના સભ્યની જેમ મૃતદેહને સાફ કરતા હતા.136 મૃતદેહને ઉભા રહીને ખડેપગે સેવા આપી હતી. 14 કલાક સુધી પાણી પર જ રહીને કોઈ પણ સ્વાર્થ વિના સેવા આપી હતી. તેમની પોતાની એક એમ્બ્યુલન્સ પણ સેવા કાર્યમા આપી દીધી હતી જેથી જેની પાસે સગવડ ના હોય તો તેમને મૃતદેહ ઘર સુધી પહોંચાડવામાં પણ મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!