આપણા સૌના લોક લાડીલા નરેન્દ્રભાઇ મોદીએ કર્યા રાજભા ગઢવીના વખાણ! જાણો શું બોલ્યા મોદીજી, રાજભા વિશે…
આપણા સૌના લોક લાડીલા નરેન્દ્રભાઇ મોદીએ કર્યા રાજભા ગઢવીના વખાણ! જાણો શું બોલ્યા મોદીજી, રાજભા વિશે? હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર રાજભા ગઢવી અને નરેન્દ્ર મોદીજીની તસવીરો વાયરલ થઈ રહી છે , આ તસવીરોમાં જોઇ શકશો કે નરેન્દ્ર મોદીજીએ રાજભા સાથે હાથ મિલાવીને શુભેચ્છા મુલાકાત કરી છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે નરેન્દ્ર મોદીજી અને રાજભા ગઢવીની આ ખાસ તસવીરો ક્યાની છે?
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેશભરમાં ચૂંટણીનો માહોલ છે અને આ કારણે અનેક શહેરોમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. તારીખ ૨ મે ના રોજ જૂનાગઢ ખાતે મોદીજીની વિજય વિશ્વાસ સભા યોજાય હતી. આ સભા પૂર્વે રાજભા ગઢવીનો લોક ડાયરો યોજાયો હતો. આ લોક ડાયરામાં સૌ કોઈ ભાઈ બહેનોએ લોક સાહિત્યની રસપાન કર્યું.
રાજભા ગઢવી એ પોતાના સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરો સાથે તેમને જે અંગત વાત શેર કરી છે, આ કારણે તેમના વખાણ થઈ રહ્યા છે. રાજભા ગઢવી હરખભેર સાથે કહ્યું છે કે, આજે ખુબ આનંદ થયો આદરણીય શ્રી યસસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મને કીધું વાહ નવી પેઢી તૈયાર થઈ ગઈ હો. ખરેખર આ વાત સો ટકા સાચી છે. રાજભા ગઢવી આજે દેશ વિદેશમાં પોતાની આવડતના લીધે આગળ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.