આગામી CM પાટીદાર સમાજનો હોવા જોઇએ : નરેશ પટેલ
ગુજરાત ના રાજકારણ મા ફરી વખત એક વાર ગરમાવો આવ્યો છે.આજે ખોડલધામ મંદિર કાગવડ ખાતે લેઉઆ અને કડવા પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી છે. જેમાં ખોડલધાન ચેરમેન નરેશ પટેલના નિવેદનના કારણે અનેક અટકળો વહેતી થઇ છે.
ચુંટણી બાદ સી એમ અને ડેપ્યુટી સી એમ અને મંત્રી પદ માટે અનેક ખેચતાણો થતી હોય છે ત્યારે આજે મળેલી પાટીદાર સમાજ ની બેઠક મા ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું કે આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોય તેવી અમારી ઇચ્છા છે. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ ઘણો મોટ છે. દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે સમાજને રાજકિય પ્રભુત્વ મળે તે અંગે ચરાચ વિચારણા કરવામાં આવશે. આ સાથે જ નરેશ પટેલે કહ્યું કે કેશુભાઇ પટેલ જેવો આગેવાન હજુ સુધી મળ્યો નથી.
પાટીદાર સમાજ ની આ બેઠક મા વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઉંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. બેઠક પહેલા નરેશ પટેલે કહ્યું હતું કે અમે થોડા દિવસો પહેલા ઊંઝા દર્શન માટે ગયા હતા. બેઠકમાં ઊંઝામાં જે મુદ્દાઓની ચર્ચા કરી હતી તે અંગે ચર્ચા કરીશું.