ગુજરાત ની આ જગ્યા પર પાંચ પાંડવો ના પાપ ધોવાયા હતા, જાણો નિષ્કલંક મહાદેવ ના આ મંદિર…
ભાવનગર થી 24 કિલોમીટર ના અંતરે આવેલું ગામ કોળિયાક અને ત્યા દરિયા ની અંદર બે કિલોમીટર અંદર આવેલું નિષ્કલંક મહાદેવ નુ મંદીર લાખો લોકો ની આસ્થા નુ પ્રતીક છે. આ સ્થળ પર સ્વયંભુ પાંચ શિવલિંગ છે અને લોકો ત્યા દર્શન કરી ધન્યતા અનુભવે છે.
પ્રાચીન લોક વાયકા મુજબ દેવો ના દેવ મહાદેવ એ પાંડવો ને લિંગ સ્વરુપ મા દર્શન આપ્યા હતા જયારે મહાભારત મા પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયુ હતુ ત્યારે પાંડવો નો વિજય થયો હતો પરંતુ પાંડવો દુખી હતા કેમ કે સાંમે કૌરવો ના પક્ષ મા પોતાના જ સગા સંબંધી ઓ હતા.
આ પાપ માથી છુટકારો મેળવવાં પાંડવો શ્રી કૃષ્ણ ને મળ્યા અને શ્રી કૃષ્ણ એ પાંડવો ને આ પાપ માથી મુક્તિ મળે એ માટે એક કાળી ગાય અને એક કાળી ધજા આપી અને કહ્યુ કે આ ગાય નુ અનુકરણ કરવાનુ અને જ્યા આ ધજા અને ગાય સફેદ થાય ત્યા તમારે સમજી લેવાનું કે તમારા પાપો નુ પરાયશ્રીત થયુ. અને સાથે શ્રી કૃષ્ણ એ કહ્યુ કે ત્યા શિવજી ની તપસ્યા પણ કરવી.
પાંડવો જયારે ભાવનગર ના કોળિયાક પહોંચ્યા ત્યારે આમ જ બન્યુ જેથી પાંડવો એ ત્યા શિવજી ની તપસ્યા કરી અને મહાદેવ એ તપસ્યા થી ખુશ થઈ ને પાંચ પાંડવો ને પાંચ લિંગ સ્વરુપ મા દર્શન થયા. હાલ પાંચ શિવલિંગ ત્યા સ્થીત છે અને પાંડવો કલંક માથી મુક્ત થયા હોવાથી નામ પણ નિષ્કલંક મહાદેવ છે.
આ ઐતિહાસિક સ્થળ પર ભાદરવી અમાસ નો મેળો ભરાય છે અને લાખો લોકો આ મેળા મા જોવા મળે છે.