પટેલ પરીવારના એક ના એક દીકરાએ મોત ને વ્હાલુ કર્યુ , છેલ્લો ફોન મિત્રને કરીને કહ્યુ હું વિરાવળ નદીમાં કુદવા જાઉં છું
આત્મ હત્યા ના બનાવો સતત વધી રહ્યા છે. નવસારી જિલ્લા ના જલાલપોર ના 17 વર્ષીય યુવકે શહેરના વિરાવળ નજીક પૂર્ણા નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. નદી મા પડ્યા બાદ બચાવો-બચાવોની બુમો પણ પાડી હતી. પરંતુ યુવક મિનીટો મા જ નથી મા ગરકાવ થય ગયો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર નવસારી ના જલાલપોર વિસ્તારમાં આવેલા અમૃતનગર સોસાયટીમાં રહેતા 17 વર્ષીય દર્શન જીતુભાઇ પટેલ (સાવલિયા) ગત રાતે અચાનક પોતાના ઘરેથી મોપેડ પર નીકળી આવ્યો હતો. પોતાનુ મોપેડ પાર્ક કરીને પૂર્ણાં નદીના પુલ પર ગયો હતો. પુલની વચ્ચે પહોંચ્યા હતો. અને છેલ્લો ફોન મિત્ર ને કરી કહ્યુ હતુ કે હું વિરાવળ નદીમાં કુદવા જાઉં છું કહીને ફોન મુકી દીધો હતો. જેથી તેના મિત્ર તેમજ અન્ય સંબંધીઓ તાત્કાલિક વિરાવળ પહોંચ્યા હતા તે પહેલા દર્શન નદી મા ઝંપલાવી દીધુ હતુ.
નથી મા ઝંપલાવયા બાદ બચાવો બચવો ની બુમો પાડી હતી. પરંતુ નથી ના પ્રવાહ ને કારણે ઉંડા પણી મા ગરકાવ થયો હતો. નદી કિનારે રહેતા લોકોએ તાત્કાલિક નવસારી ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરતા લાશ્કરો થોડી મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક નદીમાં ગરક થયેલા દર્શનને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કલાકો વિતવા છતાં પણ તેનો પત્તો લાગ્યો ન હતો.
આ તમામ ઘટના ની જાણ હજી દર્શન ના માતા ને કરાઈ નથી અને પરિજનોમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી ન હોવાનું જાણવા મળ્યું હતું.