વિજયભાઈ રૂપાણી ગુજરાતનાં મુખ્યમંત્રી પદ માટે આ પ્રબળ નેતાઓ દાવેદાર! જાણો કોન છે મોદીની પેલી પસંદગી

આજનો દિવસ ગુજરાતની જનતા માટે ખૂબ જ દુઃખદ રહ્યો છે કારણ કે, આજે માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ રાજીનામુ આપ્યું છે. આ રાજીનામા થી રાજનીતિમા ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે જ હવે સૌ કોઇ જાણવા આતુર છે કે આગામી સી.એમ કોણ હશે અને આ અંગે મહત્વની વાત જાણવા મળી છે કે હવેના મુખ્યમંત્રીમાં ક્યાં નેતાઓ દાવેદારમાં છે. ચાલો અમે આપને જણાવીએ કે,કોણ કોણ સી.એમ બનવા ની રેશમાં મોખરે છે.

 આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજ રોજ વિજયભાઈ રૂપાણી પત્રકારત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે,આજે વિજય રૂપાણી રાજીનામુ આપી રહ્યા છે તેવી જાણકારી સૌથી પહેલા અર્કિલા એ આપ્યા હતા. ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને પણ કિરીટ ભાઈ ગણાત્રાએ ખૂબ મોટો ધડાકો કર્યો છે. ગણાત્રા પાસે આવેલ માહિતી અનુસાર હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમને જ CM બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. 

આ સિવાય કિરીટ ભાઈ એ પણ કહ્યું છે કે, મનસુખ માંડવીયા પણ પ્રબળ દાવેદાર છે પરંતુ તેમને દિલ્હીમાં મોટી જવાબદારી આપી દેવામાં આવી છે. એવામાં PM મોદી માંડવીયા અને ઝડફિયાને કમાન સોંપે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. એ વાત તો નક્કી છે કે હવે આગામી સમયમાં જલ્દી જ ગુજરાતને તેમના નવા મુખ્યમંત્રી શ્રી મળશે. જ્યાં સુધી નવા મુખ્યમંત્રી શ્રી શપશ વિધિ નહિ કે ત્યાં સુધી વિજયભાઈ આ પદ રહીને ગુજરાતની કમાન સંભાળશે.

તમને જાણીને આશ્ચય થશે કે આ બે નામો સિવાય ગુજરાતમાં ઘણા બધા ભાજપનાં ચહેરાઓ છે જે આગામી સમયમાં મુખ્યમંત્રી બની શકે છે. નીતિન પટેલ, પ્રદીપ સિંહ જાડેજા અને પાટિલ પણ ત્રણ મોટા ચહેરાઓ છે જેમને જવાબદારી સોંપવામા આવી શકે છે. વીજય રૂપાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા બાદ રાજ્યમાં ભાજપનો ચહેરો કોણ હશે તો તેના પર તેમણે કહ્યું કે ફેસ તો મોદીનો જ છે અને તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *