India

નસીબ હોય તો આવા, આ ભારતીય યુવકને UAE માં એટલા બધા કરોડોની લોટરી લાગી કે હવે બે પેઢી બેઠા બેઠા ખાશે….

નસીબ એક એવી વસ્તુ છે જે પલટાતા સેકેંડ ભરનો પણ સમય લેતી હોતી નથી એવામાં રોજબરોજના અનેક એવા આપણા ભારત દેશમાંથી કિસ્સાઓ સામે આવતા હોય છે જે નસીબ પર નિર્ભર રહેતા હોય છે, તમને ખબર જ હશે કે નાના છોકરાથી લઈને મોટી ઉંમરના લોકો પણ નસીબના આધારે જીવતા હોય છે પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે કોઈ વ્યક્તિ પોતાના નસીબના આધારે કરોડપતિ બની જાય, હા જોયું હશે ઘણા ઓછા આવા બનાવો સામે આવતા હોય છે જેમાં નસીબના આધાર પર લોકો કરોડોપતિ બની જતા હોય છે,

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક ખુબ જ ચોંકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ જેમાં એક ભારતીય યુવકને એટલા બધા કરોડો રૂપિયાની લોટરી લાગી ગઈ કે હવે તેના સંતાનો પણ પુરી જિંદગી ભર બેઠા બેઠા ખાય શકશે, આ કિસ્સો સંયુક્ત અરબ અમીરાત માંથી સામે આવ્યો છે જ્યા એક ભારતીય યુવકને 45 કરોડ રૂપિયા જેટલાની લોટરી લાગી હતી. તો ચાલો આ પુરા મામલા વિષે તમને જણાવી દઈએ.

તમને જાણતા નવાય લાગશે મિત્રો પરંતુ તમને જણાવી દઈએ કે UAE માં રહેતા લગભગ પાંચ ભારતીય લોકોને લક્કી ડ્રોની અંદર લોટરી લાગી હતી જેમાં તમામ ભારતીય માલામાલ થઇ ગયાં હતા, એવામાં એક ભારતીય વ્યક્તિ વિશે જો વાત કરવામાં આવે તો તેને તો AED 20,000,000 ની લોટરી લાગી હતી, આ લોટરીની કિંમત ભારતીય ચલણી નાણાંમાં 45 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ 45 કરોડ રૂપિયા જીતનારો ઓયલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીના કન્ટ્રોલ રૂપનો ઓપરેટર શ્રીજુ છે,શ્રીજુ એ “મહજુંજ સૈતરડે મિલિયન્સ” માંથી લગભગ 45 કરોડ રૂપિયા જીતી લીધા, આ અંગેની જાણકારી mahzooz.ae પોતાની વેબસાઈટ પર તસ્વીર સાથે જાણકારી શેર કરી હતી, શ્રીજુને જયારે આટલા બધા રૂપિયાનું શું કરશે તો તેને જવાબ આપ્યો કે તેઓ ભારતની અંદર એક ઘર ખરીદશે, લોટરી વિજેતા શ્રીજુને 2 જુડવા બાળકો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!