Gujarat

પિતાની છત્રછાયા ગુમાવનાર યુવતીએ કોચિંગ કલાસ કર્યા વગર કલાસ-2 ની પરીક્ષા પાસ કરી…

આજના યુગમાં દીકરા થી વિશેષ હવે પરિવાર અને ભારત દેશનું ગૌરવવધારી રહી છે, ત્યારે આ ક્ષણ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ છે. આમ પણ અનેક ક્ષેત્રમાં દીકરીઓ પોતાનું આગવું યોગદાન આપી રહી છે,ત્યારે આજનો સમાજ એવો પણ છે જ્યાં લોકો દીકરીનો બહિષ્કાર કરે છે અને ભાર સમજે છે,ત્યારે હાલમાં જ એક એવી દીકરીની આપણે કથા જાણીશું જેને એવું કાર્ય કરી બતાવ્યું જે દરેક સમાજમાં લોકો માટે પ્રેરણાદાયી વાત છે.

દ્ર્ઢ સંકલ્પ અન3 અથાગ પરિશ્રમ તેમજ પોતાની જાત લ4 આત્મવિશ્વાસ હોય તો કોઈપણ કાર્ય શક્ય બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વાંદરી ગામની આદિવાસી યુવતીએ જેને રિસર્ચ ઑફિસરના ક્લાસ-2 પદ માટેની જીપીએસસીની પરીક્ષા પાસ કરીને પરિવાર અને સમાજને ગર્વ અપાવ્યું છે.

10મા ધોરણમાં હતી ત્યારે પિતાની છત્ર છાયા ગુમાવી અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ તેમની માતાએ ખેતમજૂરી કરીને ત્રણ સંતાનોનો ઉછેર કર્યો. ત્યારે સાવિત્રીએ કોઈપણ કિંમતે શિક્ષણ મેળવવા માટે પ્રતિબદ્ધ હોવાથી તેણે સતત મહેનત ચાલુ રાખી હતી. તેણે કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના માત્ર જાતમહેનતે TET, TAT જેવી પરીક્ષાઓ પાસ પણ કરી હતી.

2019માં પોલીસ કૉન્સ્ટેબલની પરીક્ષા પાસ કરીને પોસ્ટિંગ પણ મેળવ્યું છતાં તેણે મહેનત ચાલુ રાખી અને એ જ વર્ષે રિસર્ચ ઓફિસર ( RO)ની પરીક્ષા આપી હતી. જેનો ઈન્ટરવ્યૂ 1 જુલાઈ 2021ના રોજ યોજાયો હતો. એસ.ટી.કેટેગરીના પસંદગી પામેલા 6 ઉમેદવારો પૈકી સાવિત્રી વસાવા પણ સામેલ થઈ છે, ત્યારે આ તેના જીવનની સૌથી યાદગાર અને કીમતી પળ બની ગઈ કે તે પસંદગી પામી આમ પણ કહેવાય છે ને સારા અને પરિશ્રમ થી મેળવવા ની ઈચ્છા રાખનાર નાં સપના ભગવાન પુરા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!